For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પૉટ ફિક્સિંગ: દિલ્હી પોલીસે શ્રીસંત પર લગાવ્યો MCOCA

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 4 જૂન: દિલ્હી પોલીસે આઇપીએલ સ્પૉટ ફિક્સિંગ કેસમાં ધરપકડ કરેલા ક્રિકેટર શ્રીસંત અને અન્ય 25 પર મકોકા ( મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એક્ટ)ની અંતગર્ત કાયદો લાગૂ કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે મુંબઇ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકોની ફોન કોલ્સ પડકાયા બાદ ક્રિકેટર શ્રીસંત, અજિત ચંદીલા અને અંકિત ચૌહાણ તથા અન્ય 23ની ધરપકડ કરી હતી.

શ્રીસંત અને અજીત ચંદીલા સહિત 16 આરોપીઓએ જામીન અરજી દાખલ કરી હતી પરંતુ મકોકા કોર્ટે તેમની અરજીને નકારી કાઢતાં 18 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દિધા છે. અંકિત ચૌહાણના હાલ લગ્ન હોવાથી તે 6 જૂન સુધી કામચલાઉ જામીન પર છે.

sreesanth-spot-fixing

મકોકા લાગૂ કરવાથી શ્રીસંત સહિત બધા આરોપીઓની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેમના કેસને હવે સ્પેશિયલ મકોકા કોર્ટમાં ચલાવવામાં આવશે અને જલદી જામીન પણ મળશે નહી. મકોકા લાગૂ કર્યા બાદ આરોપીઓને પોલીસ 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકે છે અને ચાર્જશીટ 180 દિવસમાં દાખલ કરવામાં આવી શકે છે, જ્યારે સામાન્ય કાયદામાં તેની અવધિ 90 દિવસની છે.

આ સાથે જ મકોકા હેઠળ આ કેસમાં ઓછામાં ઓછી 5 વર્ષની સજાની જોગવાઇ છે. મકોકા લાગૂ કરવાથી દિલ્હી પોલીસને આરોપીઓ વિરૂદ્ધ કોર્ટની કાર્યવાહીમાં સરળતા રહેશે, કારણ કે તેના હેઠળ ડીસીપી કે એસપી અને તેનાથી ઉપરી સ્તરના અધિકારીઓના સમક્ષ સ્વિકારેલા ગુનાને કોર્ટમાં પુરાવાના રૂપમાં માનવામાં આવ્યો છે. મકોકા માદક પદાર્થ આતંકવાદ અને કાળા ધન જેવા સંગઠિત ગુનાઓને રોકવા માટે 1994માં પ્રતિપાદિત કર્યો હતો.

English summary
Delhi Police has invoked stringent provisions of MCOCA against cricketer Sreesanth and 25 others arrested in the IPL spot-fixing scandal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X