For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશોમાં પણ દેખાશે 'દૂરદર્શન', 12 કરોડ ઘરો સુધી પહોંચશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

doordarshan-600
નવી દિલ્હી, 6 ઓગષ્ટ: હવે ટૂંક સમયમાં દૂરદર્શનના કાર્યક્રમ, યૂરોપ, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં બેસેલા લોકો પણ જોઇ શકશે. ભારતના સાર્વજનિક ક્ષેત્રના પ્રસારક પ્રસાર ભારતીએ જર્મન પબ્લિક સર્વિસ બ્રૉડકાસ્ટર 'દેઉત્શે વેલ્લે'ના સાથે એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે.

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય મીડિયા સેન્ટરમાં આયોજિત કાર્યક્રમની અધ્યક્ષતા કરી, જેમાં પ્રસાર ભારતીએ એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા. આ કરાર ફ્રી-ટૂ-એરના માધ્યમથી વિદેશોમાં 12 કરોડ ઘરો સુધી દૂરદર્શનના કાર્યક્રમ પહોંચાડવા માટે કરવામાં આવ્યા છે. ડીટીએચ પર દૂરદર્શન ઓવરસીઝ ઇન્ડિયા ચેનલ પ્રસારણ 13બી ઉપગ્રહથી થશે જ્યારે દૂરદર્શન ટીવી ચેનલનું ભારતમાં ડીડી ફ્રી ડિશના માધ્યમથી વિતરણ થશે.

વિદેશ મંત્રાલય કાર્યક્રમના વિષય પર અંતિમ મંજૂરી આપશે. કાર્યક્રમ હજુ તૈયારીના સ્તર પર છે. જવાહર સિરકારે કહ્યું કે આ સંબંધમાં અન્ય સામેલ મંત્રાલયોમાં સંસ્કૃતિ, પ્રવાસી ભારતીય, પર્યટન તથા નાણામંત્રાલય સામેલ છે. અધિકારીઓએ કહ્યું કે આ ભારતને ન્યૂનતમ કિંમત પર વૈશ્વિક દર્શકની સામે પોતાનો વિચાર રાખવામાં મદદગાર સાબિત થશે.

પ્રસાર ભારતીના સચિવ જવાહર સિરકારે કહ્યું કે દૂરદર્શનની સાથે 10 મહિનાના કરાર બાદ આ કરાર કરવામાં આવ્યો છે. હૉટબર્ડ-13બી એક ડીટીએચ પ્લેટફોર્મ છે, જેની પહોંચ યૂરોપ, ઉત્તરી આફ્રિકાની સાથે-સાથે આખા મધ્ય-પૂર્વના 120 મિલિયન ઘરોમાં છે. અત્યારે આના પર 24 અંગ્રેજી ચેનલો ઉપલબ્ધ છે, જેમાંથી બીબીસી, સીએનએ, સીસીટીવી, આરટી, ફ્રાંસ 24, અલ જજીરા મુખ્ય છે.

English summary
State broadcaster Doordarshan's international channel is all set to become available to viewers in Europe, Africa and even Australia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X