For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગમે ત્યારે થઇ શકે દિલ્હી ચૂંટણીઓની તારીખની જાહેરાત

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત હવે ગમે ત્યારે થઇ શકે છે. આ તારીખ 5 થી 10 ફેબ્રુઆરી વચ્ચે થઇ શકે છે. ચૂંટણી કમિશને કહ્યું કે ચૂંટણી કરાવવા સંબંધિત તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે, અને હવે તેની જાહેરાત કરવાની ઔપચારિકતા ભજવવાની છે. બુધવારે ચૂંટણી કમિશને દિલ્હીના ચૂંટણી અધિકારીઓ ઉપરાંત પોલીસ-પ્રશાસનની સાથે એક મીટિંગ કરી પરિસ્થિતીની સમીક્ષા કરી.

સૂત્રોના અનુસાર પેટા ચૂંટણી કમિશ્વર વિનોદ જુત્શીની અધ્યક્ષતામાં યોજાયેલી મીટિંગમાં કમિશને દિલ્હી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી. ચૂંટણીની તૈયારીઓ વિશે કહેવામાં આવ્યું છે કે દિલ્હીનું ચૂંટણી કાર્યાલય ચૂંટણી માટે તૈયાર છે. શુક્રવારે આ વિશે ફરી મીટિંગ બોલાવવામાં આવી છે.

સૂત્રોના અનુસાર વહિવટી અધિકારીઓએ કમિશનને કહ્યું કે જાન્યુઆરીમાં ગણતંત્ર દિવસના અવસર દિલ્હી આવી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાની યાત્રાને ધ્યાનમાં રાખતાં ચૂંટણી ત્યારબાદ કરાવવામાં આવે. કમિશને તેમને સંકેત આપ્યા છે ચૂંટણી આ બધા આયોજનો સમાપ્ત થયા બાદ જ થશે.

arvind-modi

સૂત્રોના અનુસાર કમિશન 5 થી 10 ફેબ્રુઆરી વચ્ચે કોઇ દિવસ પર વિચાર કરી રહ્યાં છે. વોટિંગ એક જ તબક્કામાં થશે. કમિશન આગામી 48 કલાકોમાં પોલિંગ ડેટની જાહેરાત કરી શકે છે. તારીખની જાહેરાત સાથે જ આચાર સંહિતા લાગૂ થઇ જશે. ચૂંટણી કમિશને આ મીટિંગમાં દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી ચંદ્રભૂષણ ઉપરાંત કેટલાક અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ થયા. ત્યારબાદ પોલીસને પણ ચૂંટણી માટે તૈયાર રહેવામા માટે કહેવામાં આવ્યું.

ચૂંટણી કમિશન સામાન્ય રીતે ચૂંટણીની તારીખ જાહેર કરતાં પહેલાં આ પ્રકારની મીટિંગ કરે છે, જેથી સ્થાનિક લેવલે તૈયારીઓની સમીક્ષા લઇ શકાય. આ મીટિંગ બાદ હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોઇપણ દિવસે ચૂંટણીની જાહેરાત થઇ શકે છે.

કમિશને સૂત્રોના અનુસાર 30 ડિસેમ્બર પહેલાં આ જાહેરાત થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજધાનીમાં 4 નવેમ્બરના રોજ વિધાનસભા ભંગ કર્યા બાદ રાષ્ટ્ર્પતિ શાસન લાગૂ થયું હતું. રાષ્ટ્રપતિ શાસન લાગૂ થયા બાદ 6 મહિનાની અંદર ચૂંટણી કરાવવી જરૂરી છે.

ભાજપની ચિંતા
સૂત્રોના જણાવ્યા અનુસાર ઝારખંડ અને જમ્મૂ-કાશ્મીર ચૂંટણીના પરિણામ બાદ દિલ્હીના ભાજપના નેતા ચિંતિત છે, અને તેમને બધી 70 સીટો પર મહેનત કરવાની જરૂરિયાત છે. પાર્ટીમાં એ પણ અનુભવાઇ રહ્યું છે કે ચૂંટણી પ્રચારમાં હજુ ભાજપ આપથી પાછળ છે. જો કે તમામ સર્વેમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ સર્વેમાં દિલ્હીના સૌથી લોકપ્રિય નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું. એવામાં સ્થાનિક ચહેરાઓના અભાવમાં દિલ્હી ભાજપને અહીં પણ નાવડી પાર લગાવવા માટે નરેન્દ્ર મોદીની જરૂરિયાત પડશે.

દિલ્હીના નેતા સંપૂર્ણપણે નરેન્દ્ર મોદી પર નિર્ભર છે. બીજી તરફ નરેન્દ્ર મોદી માટે જાન્યુઆરીના અંતમાં બરાક ઓબામા ભારત અને પોતાના બ્રિટન પ્રવાસના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને જોતાં ચૂંટણી પ્રચારમાં રેલી માટે સમય કાઢવો જરૂરી હશે. એવામાં ભાજપ ઇચ્છે છે કે આ વ્યસ્તતાઓથી ફ્રી થયા બાદ નરેન્દ્ર મોદી દિલ્હીમાં તેમના માટે આક્રમકતા તરીકે સ્ટાર પ્રચાર રહ્યાં. નરેન્દ્ર મોદીએ આ ચારેય રાજ્યોમાં લગભગ સો ની આસપાસ રેલીઓ કરી.

English summary
New Delhi The Election Commission (EC) on Wednesday held a meeting to review poll preparedness of all agencies, including the police department, for smooth conduct of Assembly polls in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X