For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવી સરકારની 'કડવી દવા'થી વધી શકે છે વિજળીનું બિલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

electricity
નવી દિલ્હી, 23 જૂન: નવી સરકારની કડવી દવા ભલે એક રોગને ઠીક કરી દે પરંતુ કેટલાક રોગોની સારવાર કેવી રીતે થશે, તેના પર ના તો વિચાર થયો છે અને ના તો વિમર્શ. રેલમાલ ભાડામાં 6.5 ટકાના વધારા બાદ પાવર ટેરિફ ઓછામાં ઓછો 7 પૈસા પ્રતિ યૂનિટ વધી શકે છે.

ઉર્જા ઉત્પાદકોનું કહેવું છે કે કોલ ટ્રાંસપોર્ટેશન પર તેમને વધુ ખર્ચ કરવો પડશે અને તેના લીધે વિજળીની કિંમત વધે તે નક્કી છે. દેશના મોટાભાગના પાવર પ્લાન્ટ્સ પોતાના મુખ્ય રૉ મટીરિયલ કોલની સપ્લાઇ માટે રેલવે પર નિર્ભર કરે છે.

દેશની સૌથી મોટી પાવર ઉત્પાદક એનટીપીસીના એક સૂત્રએ જણાવ્યું હતું કે 'રેલવે ફ્રેટનો પાવર પ્રાઇસીઝ પર મોટી અસર પડશે. દર વખતે ફ્રેટ વધતાં જનરેશન કોસ્ટમાં વધારો થાય છે. આ પહેલાં રેલવે દ્વારા પાવર કંપનીઓને આપવામાં આવેલી કોસ્ટ વધી જાય છે.

500-1,000 યૂનિટની ખપત કરનાર એક સરેરાશ ગ્રાહક માટે બિલ પ્રતિમાહ લગભગ 70 રૂપિયા વધી શકે છે, પરંતુ જનરેશન કોસ્ટમાં નાનો વધારો વર્ષ દરમિયાન ઘણા કારણોથી થાય છે.

એનટીપીસી જેવી પાવર જનરેશન કંપનીઓ દાવો કરે છે કે કોલ પ્રાઇસ વધતા, ફ્રેટ ચાર્જીસ અને રાજ્ય સરકારો તરફથી રોયલ્ટી વસૂલવાના લીધે તેમને પાવર પ્રાઇસ વધારવી પડે છે. જો કે નવી સરકારને આશા જ નથી, પરંતુ પુરો વિશ્વાસ છે કે આ કડવી દવા દેશવાસીઓ માટે પેદા થયેલ મોંઘવારી કેન્સર જડમૂળથી દૂર કરી દેશે.

English summary
Energy crisis may generate with bitter medicine of Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X