For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે નરેન્દ્ર મોદી, ઉમા ભારતીના અંગત સચિવોની કરી નિમણૂંક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 19 જૂન: આઇએએસના વરિષ્ઠ અધિકારી રાજીવ ટોપનોને વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે જ સરકારે બે અન્ય કેબિનેટ મંત્રીઓના અંગત સચિવોના નામને પણ મંજૂરી આપવામાં આવી છે. આ નિમણૂંકને પહેલાં અટકાવી દેવામાં આવી હતી. બુધવારે જાહેર કરવામાં આવેલા સરકારી આદેશ અનુસાર, ગુજરાત કેડરના 1996 બેચના આઇએએસ અધિકારી ટોપનો વડાપ્રધાનમંત્રી કાર્યાલયમાં નિર્દેશકના પદ પર કામ કરી રહ્યાં છે. તેમણે વડાપ્રધાનમંત્રીના અંગત સચિવ તરીકે નિમવામાં આવ્યા છે.

આઇએએસ અધિકારી સમીર વર્માને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુનર્જીવન મંત્રી ઉમા ભારતીના જ્યારે બી.વી.આર.સી પુરૂષોત્તમને સંસદીય કાર્યમંત્રી એમ વેંકૈયા નાયડૂના અંગત સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. વર્મા ઉત્તર પ્રદેશ કેડરના 2002 બેંચના આઇએએસ અધિકારી છે જ્યારે પુરૂષોત્તમ 2004 બેંચના ઉત્તરાખંડ કેડરના આઇએએસ અધિકારી છે.

સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેબિનેટ નિમણૂક સમિતિ (એસીસી)ના બાદ વર્મા અને પુરૂષોત્તમની નિમણૂંક સંબંધમાં આદેશ મંગળવારે રજૂ થયો. તેમનો કાર્યકાળ મંત્રીઓના કાર્યકાળ સુધી જ રહેશે. ગૃહમંત્રી રાજનાથ સહિત ત્રણ કેન્દ્રિય મંત્રીઓના અંગત સચિવોની નિમણૂંકને રોકવાનો નિર્ણય લીધા બાદ વિવાદ ઉદભવ્યો હતો. સરકારી સૂત્રોના અનુસાર રાજનાથ સિંહે પૂર્વ ગૃહમંત્રી સલમાન ખુર્શીદના અંગત સચિવ રહી ચૂકેલા આઇપીએસ અધિકારી આલોક સિંહનું નામ પોતાના અંગત સચિવ તરીકે ભલામણ કરી હતી. જો કે આલોક સિંહની નિમણૂંકને નરેન્દ્ર મોદીએ મંજૂરી આપી ન હતી.

narendra-modi-cm-gujarat.

સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રિય ગૃહમંત્રી કિરણ રિજીજૂ અને કેન્દ્રિય વિદેશ રાજ્યમંત્રી વી.કે. સિંહના અંગત સચિવોના રૂપમાં અભિનવ કુમાર અને રાજેશના નામને પણ મંજૂરી મળી શકી નથી. યૂપીએ સરકારમાં અભિનવ કેન્દ્રિય રાજ્ય મંત્રી શશિ થરૂરના જ્યારે રાજેશ કેન્દ્રિય મંત્રી ચંદ્રેશ કુમારી કટોચના અંગત સચિવ તરીકે કાર્યરત હતા. સૂત્રોનું કહેવું છે કે સરકાર યૂપીએ સરકારના મંત્રીઓના અંગત સચિવ રહી ચૂકેલા અધિકારીઓને એનડીએ સરકારના મંત્રીઓના વ્યક્તિગત સ્ટાફમાં સામેલ કરવા માંગતી નથી.

આ મહિનાની શરૂઆતમાં આઇએસ અધિકરી મનોજ કુમાર દ્રિવેદીને સૂક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રના અંગત સચિવ નિમવામાં આવ્યા હતા. મનોજ કુમાર દ્રિવેદી 1997 બેંચના જમ્મૂ-કાશ્મીર કેડરના આઇએએસ છે. તે ડીઓપીટીમાં નિર્દેશકના પદ પર કાર્યરત હતા. તમિલનાડુ કેડરના 1999 બેંચના આઇએએસ અધિકારી આશીષ ચેટર્જીને 13 જૂનના રોજ વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારમણના અંગત સચિવ નિમવામાં આવ્યા હતા.

કૃષિ મંત્રી રાધા મોહન સિંહના અંગત સચિવના રૂપમાં 1997 બેંચના બિહાર કેડરના આઇએએસ અધિકારી સંતોષ કુમાર મલ્લને નિમવામાં આવ્યા છે. સરકારે બધા મંત્રીઓને કહ્યું કે તે અંગત સચિવ કે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી)ની નિમણૂંક કરતાં પહેલાં એસીસીની મંજૂરી અવશ્ય લે.

English summary
Topno, a 1996 batch IAS officer of Gujarat cadre, was appointed Private Secretary to Prime Minister Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X