• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જો સહમતિ હશે તો 16 વર્ષે જ માણી શકશો સેક્સ

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 6 માર્ચ: દિલ્હી ગેંગરેપની ધટના બાદ મહિલાઓ પ્રત્યે જાગૃત થયેલ કેન્દ્ર સરકારે હવે નવો મુસદ્દો તૈયાર કર્યો છે. કેન્દ્ર સરકારે નવા ક્રિમીનલ લો સુધારા વિધેયકમાં પોતાની સહમતિ આપી દિધી છે. સરકારની આ સહમતિ બાદ યૌન સંબંધ બાંધવા માટેની ઉંમર 18 થી ઘટીને 16 થઇ જશે.

સૂત્રોનું માનીએ તો આ ક્રિમીનલ લો સુધારા વિધેયક 2013 પર કેબિનેટ આગામી બેઠકમાં ચર્ચા થવાની સંભાવના છે. આ વિધેયકમાં આંતરિક સહમતિ યૌન સંબંધ કરવાની ઉંમર ઘટાડીને 18 થી 16 કરી દિધી છે. આ વિધેયકમાં યૌન વિધેયકમાં યૌન હુમલાની જગ્યાએ બળાત્કાર શબ્દનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

આ પ્રસ્તાવને વર્મા આયોગની ભલામણો બાદ રેપની પરિભાષાને વ્યાપક બનાવવા માટે લાવવામાં આવી છે. આ પ્રસ્તાવ બાદ યૌન હુમલા સંબંધી બધા ગુના બળાત્કારના કાયદા હેઠળ આવી જશે. તો બીજી તરફ આ અધ્યાદેશની જેમ વિધેયકમાં પણ સહમતિ દર્શાવવામાં આવી છે કે યૌન સંબંધ બાંધવાની ઉંમરને 18 થી ઘટાડીને 16 કરવામાં આવે.

કેન્દ્ર સરકારે આ મુદ્દે સહમતિ દર્શાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિધેયકમાં વૈવાહિક બળાત્કારનો કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. નવા ક્રિમીનલ લો સુધારા વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ પ્રત્યેના ગુનાને અટકાવવા. આ નવા ક્રિમીનલ લો સુધારા વિધેયક મોટાભાગે તે જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે એસ વર્મા આયોગે ભલામણ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિધેયકમાં વિવાદિત આફસ્પા કાયદા હેઠળ આવનાર અશાંત વિસ્તારોમાં મહિલાઓ વિરૂદ્ધ ગુનામાં સામેલ સુરક્ષા કર્મીઓને આપેલા બચાવને મુકવામાં આવ્યો છે.

આ સાથે જ આ વિધેયક મુજબ હોસ્પિટલો, નર્સિંગ હોમ, ખાનગી અને સરકારી હોસ્પિટલ કેન્દ્રોને મહિલા પીડિતોને સારવાર પુરી પાડવી પડશે અને એમ કરવામાં નિષ્ફળ રહેશે તો તેમને કાનૂની દંડ ભરવો પડશે. આ વિધેયકમાં છોકરીઓનો પીછો કરવો, તેમના પર એસિડ હુમલો કરવો, અશ્લીલ મુદ્રા બનાવી અને અયોગ્ય સ્પર્શ કરવો જેવા મહિલાઓ વિરૂદ્ધ અન્ય ગુનાઓ માટે સજા કડક કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે.

English summary
The government has proposed to lower the age for consensual sex from 18 to 16 and reintroduce the word 'rape' instead of 'sexual assault' in the new Criminal Law Amendment Bill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more