For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SIT ગુજરાત રમખાણની ફરીથી તપાસ નહી કરે: સુપ્રીમ કોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે શુક્રવારનો દિવસ મોટી રાહત લઇને આવ્યો. સુપ્રીમ કોર્ટે 2002 ગુજરાત રમખાણોમાં નરેન્દ્ર મોદીને ક્લીનચિટ આપનાર એસઆઇટી તપાસ પર પ્રશ્નો ઉભા કરનાર અરજી પર સુનાવણી કરવાની મનાઇ કરી દિધી છે. સુપ્રીમ કોર્ટે એસઆઇટીના પુન:રચના સંબંધી યાચિકા પણ નકારી દિધી અને ટિપ્પણી કરી કે આ મુદ્દે એસઆઇટીના પુનગર્ઠનને જરૂરિયાત નથી.

સુપ્રીમ કોર્ટે આજે આ અરજી પર વિચાર કરવાની મનાઇ કરી દિધી જેમાં નરેન્દ્ર મોદીને ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા રમખાણોની તપાસ મુદ્દે વિશેષ તપાસ દળ દ્વારા ક્લીનચિટ આપવા મુદ્દે સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

supreme-court.

ન્યાયમૂર્તિ એચએલ દત્તૂ અને ન્યાયમૂર્તિ એસએ બોબડેની પીઠે આ આગ્રહ પર વિચાર કરવાની મનાઇ કરી દિધી જેમાં સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત ન્યાયાધીશો અને અલ્પસંખ્યક સમુદાય માટે એક વ્યક્તિને સામેલ કરી વિશેષ તપાસ ટુકડીનું પુનગર્ઠન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો.

પીઠે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારને વિશેષ તપાસ દળ દ્વારા ક્લીનચિટ આપવાને પડકાર આપવાના આગ્રહને સંદર્ભ આપતાં કહ્યું હતું કે આ સ્થિતીમાં વિશેષ તપાસ દળની પુનગર્ઠન યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટેની પીઠ આ ટિપ્પણી બાદ અધિવક્તા ફાતિમા એ અરજી પરત લેવાનો નિર્ણય કર્યો. અરજી ફાતિમાએ દાખલ કરી હતી.

English summary
The Supreme Court on Friday refused to entertain a plea questioning the clean chit given to Narendra Modi by the Special Investigation Team (SIT) in its probe in connection with the 2002 Gujarat riots.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X