For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતી મહારાષ્ટ્ર છોડીને જતા રહે: નિતેશ રાણે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitesh-rane
નવી દિલ્હી, 3 ઓગષ્ટ: લોકસભાની ચૂંટણી નજીક હોવાથી રાજકીય પક્ષો અને તેના નેતાઓ ધર્મ અને ક્ષેત્રવાદને લઇને રાજકીય રમવાનું શરૂ કરી દિધું છે. હવે મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ ગુજરાતીઓને ધમકાવતાં કહ્યું હતું કે ગુજરાતી મુંબઇ છોડીને જતા રહે નહીંતર તો મુંબઇને પણ ગુજરાત બનાવી દેશે. નિતેશ રાણે મુંબઇના સ્વાભિમાન સંગઠનના પ્રમુખ છે.

ગુજરાતીઓથી ફરિયાદ હોવાના તેમને બે કારણો જણાવ્યા હતા, નિતેશ રાણેએ કહ્યું હતું કે એક આ લોકો મુંબઇમાં રહીને પણ નરેન્દ્ર મોદીનું સમર્થન કરે છે, બીજું કારણ એ છે કે શુદ્ધ શાકાહરી છે જેથી કોઇ ગુજરાતી પ્રભાવવાળા વિસ્તારમાં નોનવેજ ખાનાર વ્યક્તિને ઘર ખરીદવા આવે છે તો તેને ખરીદવા દેવામાં આવતું નથી. નિતેશ રાણેના અનુસાર ગુજરાતી મુંબઇમાં કમાઇ છે પ્રશંસા ગુજરાતની તરફથી ત્યાંના વિકાસ મોડલની કરે છે.

નિતેશ રાણેએ કહ્યું હતું કે જો ગુજરાતી, મુંબઇથી પાછા ફરશે નહી તો આ શહેરને પણ ગુજરાત બનાવી દેશે. માનવામાં આવે છે કે શિવસેનાની જેમ તે પણ મરાઠી માનુષના નામે રાજકીય ફાયદો ઉઠાવવા માંગે છે. જો કે આગામી લોકસભાની ચૂંટણીને નરેન્દ્ર મોદી વર્સીસ કોંગ્રેસ કહેવામાં આવે છે.

English summary
A Congress leader's son Nitesh Rane said in an interview that people from Gujarat should leave the Mumbai otherwise they will make this city as their own state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X