For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામા મસ્જિદની આસપાસ થાય છે નશા અને દેહવેપારનો ગોરખધંધો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

jama-masjid
નવી દિલ્હી, 3 ઓગષ્ટ: દેશ રાજધાની દિલ્હી સ્થિત જામા મસ્જિદથી જ્યારે અજાનની ગૂંજ બહાર નીકળે છે તો દરેકને તો પાક કરી દે છે. પરંતુ નશા અને દેહના વેપારી આ પાક ધરતીને પણ નાપાક બનાવવા પર ઉતરી આવ્યા છે. જી હાં દિલ્હીમાં ડ્રગ્સ અને દેહવેપારના ધંધાએ પોતાનો પગપેસારો કરી દિધો છે. આ ધંધામાં માસૂમ બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક ખાનગી ચેનલે પોતાની ખાસ તપાસમાં જોયું કે દિલ્હીની જામા મસ્જિદ વિસ્તારમાં આ ધંધો પૂરજોશમાં ચાલી રહ્યો છે.

જૂની દિલ્હીના જામા મસ્જિદ વિસ્તારમાં બાળકો ડ્રગ્સના શિકાર થઇ રહ્યાં છે. આ વિસ્તારમાં ખુલ્લેઆમ વેચાઇ રહેલા નશીલા ડ્રગ્સની વિરૂદ્ધ જામા મસ્જિદના ઇમામે પણ અવાજ ઉઠાવ્યો છે. આ સંબંધમાં એક કિશોરે જણાવ્યું હતું કે ફક્ત 16 વર્ષની ઉંમરમાં તે ચરસ, ગાંજો, કોકીન અને ઘણા પ્રકારના ડ્રગ્સનું સેવન કરી ચૂક્યાં છે. કિશોરે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દરેક પ્રકારના ડ્રગ્સ મળે છે અને આ બધામાં પોલીસવાળાની મિલીભગત હોય છે. કિશોરનું એ પણ કહેવું છે કે ડ્રગ્સની લત લગાવવા માટે પહેલાં ફ્રીમં ડ્રગ્સ આપવામાં આવે છે અને જ્યારે પછી લત લાગી જાય છે ત્યારબાદ તેનો ફાયદો ઉઠાવવામાં આવે છે.

ડ્રગ્સે ઘણા ઘરોને બરબાદ કરી દિધા છે. ડ્રગ્સના સેવનથી અત્યાર સુધી ઘણા મોત નિપજ્યા છે. જામા મસ્જિદના શાહી ઇમામે આ મુદ્દાને ગંભીરતા લીધો છે અને પોલીસને જલદીથી જલદી એકશન લેવાનું કહ્યું છે. હેરાન કરનારી વાત એ છે કે આ વિસ્તારમાં ફક્ત ડ્રગ્સ જ નહી પરંતુ દેહવેપારનો ધંધો પણ પૂરજોશે ફૂલ્યોફાલ્યો છે. તેમણે કહ્યું કે આવા વસવાટોને અપરાધીઓએ સંતાવવાનું માધ્યમ બનાવી લીધું છે. શાહી ઇમામે એવા વસવાટોને બંધ કરવાની માંગ કરી અને સાથે-સાથે ડ્રગ્સ રેકેટ પર પણ લગામ લગાવવાની વાત કહી છે.

English summary
The Imam Bukhari of Jama Masjid on Saturday visited the rain basera for the homeless at Jama Masjid here on Saturday and allegedly asked the civic authorities to get its inmatesevicted by 5 p.m.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X