• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આપ નોટિસ મોકલતા રહો, હું માનહાનિ કરતો રહીશ: કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઓક્ટોબર: દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિત દ્વારા અરવિંદ કેજરીવાલને માનહાનિની નોટિસ મોકલવાથી કેજરીવાલે શીલા પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે ઉગ્ર થઇને જણાવ્યું હતું કે આપ મને માનહાનિની નોટિસ મોકલતા રહો હું માનહાનિ કરતો રહીશ.

ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણ દરમિયાન શીલા દીક્ષિતને 'વીજળીના દલાલ' કહ્યા હતા. જેના માટે કેજરીવાલને શીલા દીક્ષિતને માનહાનીની નોટિસ ફટકારી છે.

નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અરવિંદ બે દિવસની અંદર માફી માંગે નહીંતર તેમની સામે કાનૂની પગલા ભરવામાં આવશે. જેના જવાબમાં કેજરીવાલે જણાવ્યું કે શીલા દીક્ષિત જેટલી માનહાનિની નોટિસ મોકલવી હોય તેટલી મોકલતા રહે હું તેમની અને તેમના સરકારની માનહાનિ કરતો રહીશ.

કેજરીવાલે શીલા દીક્ષિતને કેટલાક સવાલો પણ કર્યા. તેમણે પૂછ્યું કે બે વર્ષ પહેલા વીજળીની કિંમતો 23 ટકા ઘટાડવાના પ્રસ્તાવ પર કેમ રોક લગાવી. જેના માટે દિલ્હી સરકારે આપની સરકારને ઠપકો પણ આપ્યો. તેમણે દિલ્હી સરકાર પર સવાલ ઉભા કરતા જણાવ્યું હતું કે તમારે જવાબ આપવા પડશે કે આપ સામાન્ય જનતા સાથે છો કે ખાનગી કંપનીયો સાથે?

English summary
Delhi Chief Minister Sheila Dikshit today sent a legal notice to India Against Corruption activist Arvind Kejriwal for defaming her.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X