For Daily Alerts
ભારતીય જવાનોએ એન્ટાર્કટિકા પર તિરંગો લહેરાવ્યો
નવી દિલ્હી, 10 માર્ચ: પૃથ્વી બચાવોના સંદેશ સાથે એન્ટાર્કટિકાની યાત્રા માટે ગયેલા એક વૈશ્વિક અભિયાનમાં સામેલ ભારતીય નવજવાનોના એક સમૂહે આ 'શ્વેત મહાદ્રિપ'માં તિરંગો લહેરાવવામાં સફળતા મેળવી છે. એન્ટાર્કટિકામાં તિરંગો લહેરાવતાં ઉત્સાહિત થયેલા ભારતીય જવાનોએ ત્યાં 'જેંટૂ પેંગ્વિન'ની સાથે રમત રમી અને 'લેપર્ડ સીલ'નું વિવરણ કર્યું.
સમૂહની સભ્ય સોનલ અસગોત્રાએ એક સંદેશના માધ્યમથી 'આ પ્રદેશ એક પરીકથા જેવો લાગે છે. ઘોંઘાટ, પ્રદુષણ અને માણસોની દુનિયાની મારામારીથી દૂર અહી દિલને શાંતિ આપનાર સફેદ શાંતિ છે.' ચંદીગઢમાં ટેકનિકલ વિશ્લેષક રીતે કામ કરનાર સોનલ અને કેટલાક ભારતીય નાગરિકોમાંથી જેમને દુનિયાના અન્ય ભાગીદારો સાથે આ વૈશ્વિક અભિયાનમાં સામેલ થવાની તક આપી. આ અભિયાનની અધ્યક્ષતા બ્રિટિશ ધ્રુવીય શોધકર્તા રોબર્ટ સ્વાન કરી રહ્યાં છે.
સ્વાને કહ્યું હતું કે 'તમે ફરી જુના અંદાજમં નકશો જોશો.. એમંડસન અને શેકેલટન જેવા મહાન શોધકર્તાઓએ કેટલાક વર્ષો પહેલાં અમારા માટે શોધ કરનાર ઈજા લોકો માટે પાયો નાખ્યો હતો. અને તમે એ પ્રમાણે કરવા જઇ રહ્યાં છો.