For Daily Alerts
કિંગફિશર દ્રારા સર્વિસ ટેક્સ ચૂકવવામાં ન આવતાં વિમાન જપ્ત
નવી દિલ્હી, 11 ડિસેમ્બર: સંકટોના વાદળોથી ઘેરાયેલી કિંગફિશર એરલાઇન્સની મુશ્કેલીઓ ઓછી થતી જ નથી. મુંબઇ આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડા લિમિટેડ (MIAL)ને બાકી ચૂકવણું ન કરવામાં આવતાં કિંગફિશરના એક વિમાનને જપ્ત કરી લેવામાં આવ્યું હતું. આ સિવાય સાત અન્ય વિમાનોને જપ્ત કરવાની પ્રક્રિયા ચાલુ છે. એમઆઇએએલે કિંગફિશરને બે નોટીસ ફટકારી 53 કરોડ રૂપિયાના દેવાની ચૂકવણી કરવા માટે કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર કિંગફિશર સર્વિસ ટેક્સ ચુકવવામાં નિષ્ફળ રહી છે.
એરપોર્ટના એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે જ્યાં સુધી અમારા દેવાની ચુકવણી થઇ જતી નથી ત્યાં સુધી વિમાનોને છોડવામાં નહી આવે. વિમાન કંપની કિંગફિશર પર પાર્કિંગ, નેવિગેશન તથા વિમાનોના સંચાલન સંબંધી અન્ય સેવાઓ માટે છે. જે એમઆઇએએલ તરફથી પુરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત કિંગફિશર એરલાઇન્સને 63 કરોડ રૂપિયા વ્યાજ સહિત આપવા પડશે. તો એરલાઇન્સની અન્ય વસ્તુઓ પર બાકી દેવાના પેઠે 128 કરોડ રૂપિયા ચુકવવા પડશે. એક અન્ય રિપોર્ટ મુજબ કિંગફિશર એરલાઇન્સના અન્ય સાત વિમાનોને જપ્ત કરવાની પ્રક્રિયા ચાલુ છે.
દેવાદારોને આશા છે કે કિંગફિશર એરલાઇન્સના ચેરમેન વિજય માલ્યા 17 ડિસેમ્બરે કંપનીની આગળની રણનિતી બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીને 700 કરોડ રૂપિયાનું દેવું બાકી છે.