આસારામની લાલ ટોપી અને આંખોમાં મેશનું ખુલ્યું સસ્પેંસ!
નવી દિલ્હી, 19 ડિસેમ્બર: આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇ પર તંત્ર-મંત્ર કરવાના આરોપ લાંબા સમયથી લાગતા રહે છે. પરંતુ તેમના એક પૂર્વ સેવાદાર અને અંગત સચિવ રાહુલ સચાને એક સનસનીખેજ ખુલાસો કરી બધાને આશ્વર્યચકિત કરી દિધા છે.
રાહુલ સચાને એક ટીવી ચેનલ સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇ પહેરવા માટે હંમેશા લાલ રંગની ટોપીનો ઉપયોગ કરે છે જે કાળા જાદૂનું પ્રતિક છે. તેને એમ પણ કહ્યું હતું કે બંને આંખોમાં મેશ લગાવે છે. રાહુલનો દાવો છે કે બંને ટોપી અને મેશનો ઉપયોગ વશીકરણ માટે કરે છે.
રાહુલ સચાને એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન દાવો કર્યો છે કે આસારામ અને નારાયણ સાંઇએ તંત્ર-મંત્ર પર બે કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. તેમને આશા છે કે તેની મદદથી તે બચી જશે અને જેલમાંથી બહાર આવી જશે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લાલ રંગની ટોપી જે આસારામ અને નારાયણ સાંઇ પહેરે છે તે વશીકરણ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેના પર સવા લાખ મંત્રોનો જાપ કરવામાં આવ્યો છે. આસારામના અંગત માણસે દાવો કર્યો છે કે આસારામ અને નારાયણ સાંઇ પોતાને બચાવવા માટે લાંબા સમયથી કાળા જાદૂનો ઉપયોગ કરતા રહ્યાં છે.