For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી-જેટલીને મળ્યા નડેલા, ડિજિટલ ઇન્ડિયા પર ચર્ચા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 26 ડિસેમ્બર: ભારતમાં રોકાણ કરવાને લઇને ગંભીર માઇક્રોસોફ્ટના પ્રમુખ સત્ય નડેલાએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને ડિજિટલ ઇન્ડિયા પહેલાં સહયોગનો વિશ્વાસ અપાવ્યો.

નરેન્દ્ર મોદી ઉપરાંત ભારતમાં જન્મેલા સત્ય નડેલા નાણામંત્રી અરૂણ જેટલી તથા દૂરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ સાથે મુલાકાત કરી અને સરકારના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી. અરૂણ જેટલી સાથે બેઠક બાદ સત્ય નડેલાએ કહ્યું 'આ શિષ્ટાચાર મુલાકાત હતી. માઇક્રોસોફ્ટ કંપની છે જે આંતરરાષ્ટ્રીય છે પરંતુ તે ભારતમાં ભારત માટે અને ભારતીય કંપનીઓ માટે કામ કરી રહી છે.

તેમણે કહ્યું 'હકિકતમાં દરેક બેઠકમાં 'ડિજિટલ ઇન્ડિયા' તથા 'મેક ઇન ઇન્ડિયા' બંને વિચાર-વિમર્શનો મુખ્ય વિષય હતો અને અમારા માટે તેનો મુખ્ય હોવાનો મતલબ છે અમારું ભારતમાં યોગદાન.' 86 અરબ ડોલરની દિગ્ગ્જ ટેક્નોલોજી કંપની માઇક્રોસોફ્ટના સીઇઓનો પદભાર સંભાળ્યા બાદ તે બીજીવાર ભારત આવ્યા છે.

satya-modi

નાણામંત્રાલયમાં સૂત્રોએ કહ્યું કે સત્યા નડેલાએ અરૂણ જેટલીને સૂચિત કર્યા કે માઇક્રોસોફ્ટ ભારતમાં રોકાણ કરવાને લઇને ગંભીર છે. ટેલિકોમ અને સૂચના ટેલિકોમ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું કે સત્યા નડેલાની સાથે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારની ડિજિટલ ઇન્ડિયા પહેલ પર ચર્ચા થઇ. તેમણે માઇક્રોસોફ્ટના સીઇઓને કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાને એ પ્રમાણે ડિઝાઇન કરવામાં આવે કે આઇટી સુવિધાઓથી સંપન્ન અને તેનાથી વંચિતો વચ્ચેની ખાઇને ભરી શકાય.

રવિશંકર પ્રસાદે ઇ-કોમર્સ ક્ષેત્રમાં ભારતની સંભાવનાઓ સાથે આ વાત પર ચર્ચા કરે કે કયા પ્રકારે સંપર્ક (કનેક્ટિવિટી) તેના સંચારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. નિવેદન અનુસાર રવિશંકર પ્રસાદે માઇક્રોસોફ્ટ સાથે ભારતમાં ડિજિટલ સાક્ષરતાની દિશામાં કામ કરવાનો અનુરોધ કર્યો.'

નિવેદનમાં કહેવામાં આવ્યું કે માઇક્રોસોફ્ટ ખાસકરીને વાઇ-ફાઇ ટેક્નોલોજીના માધ્યમથી છેવાડા સુધી ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવાને લઇને સરકાર સાથે સહયોગ કરવાને લઇને ગંભીર છે. સત્ય નડેલાએ રવિશંકર સાથે સરકારના આધુનિકરણ કાર્યક્રમ પર પણ વિચાર વિમર્શ કર્યો. માઇક્રોસોફ્ટ સુરક્ષિત સરકાર નિયંત્રણ ડિજિટલ માળખાગત સુવિધા બનાવવામાં મદદ કરી શકે છે.

English summary
Keen to invest more in India, Microsoft chief executive Satya Nadella on December 26 pledged support to Prime Minister Narendra Modi's Digital India initiative.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X