• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગ્રેટર નોઇડામાં ચાલતી કારમાં કિશોરી સાથે ગેંગરેપ

By Kumar Dushyant
|

નોઇડા, 7 માર્ચ: નોઇડામાં ચાર યુવકો પર એક કિશોર બાળકીનું અપહરણ કરી ચાલું કારમાં તેની સાથે સામૂહિક બળાત્કાર ગુજારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ જાણકારી પોલીસે આપી હતી. આરોપીમાં બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના સમસ્તીપુર ગામની છે જ્યાં ચાર માર્ચથી 16 વર્ષીય બાળકી ગુમ થઇ ગઇ હતી. બાળકીના પરિવારજનોએ આ સંબંધમાં બે લોકો વિરૂદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસ તપાસ કરી રહી હતી.

બાળકીના પરિવાજનોએ એક સ્થાનિક યુવક કલ્લુ અપહરણમાં સંડોવાયેલો હોવાની આશંકા હતી તેને બાદમાં તેના એક સાથી જય પ્રકાશ સાથે ધરપકડક કરવામાં આવી હતી. એક રાજમાર્ગ પર આ બંને યુવકો સાથે કારમાં બાળકી પણ મળી આવી હતી. આ દરમિયાન બે આરોપી ફરાર થવામાં સફળ રહ્યાં હતા.

પોલીસે કહ્યું હતું કે કિશોર બાળકીને દાક્તરી તપાસ માટે મોકલવામાં આવી છે. અમે હજુ બે ફરાર આરોપીઓની શોધ કરી રહ્યાં છીએ તથા આશા છે કે તેમને જલદી જ પકડી પાડવામાં આવશે.

English summary
A 15-year-old girl was allegedly raped by four men in a moving car on Monday evening. The victim’s family members alleged that when they approached the police first, they refused to file a case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X