• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહિલાઓ પર લગાવવામાં આવેલા 5 પ્રતિબંધિત ફરમાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
ગાંધીનગર, 2 ફેબ્રુઆરી: મહિલાઓ પર પાબંધી લગાવવાનું ફરમાન ફરમાવવું એ કોઇ નવી વાત નથી. તાજેતરમાં જ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં મર્યાદાના નામે સ્કર્ટ પહેરવા પર પાબંધી લગાવવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ એકસાથે ડાન્સ પણ કરી શકશે નહી. કાયદાકીય રીતે સંવિધાનમાં દરેક મહિલા અને પુરૂષને એકસમાન અધિકાર મળ્યા છે. દરેકને સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકારી છે.

પરંતુ હકિકતમાં હકની વાત તો દૂર રહી પણ ઇજ્જતથી જીવવાની આઝાદી પણ મળી નથી. સભ્ય સમાજમાં પ્રતિબંધોના ફરમાનથી શરમ મારે માથું ઝુકી જાય છે. આ તમને જણાવીશું તે પાંચ પ્રતિબંધો વિશે જે સભ્ય સમાજ, શાસન અને વહિવટી તંત્રના ગાલ પર થપ્પડ સમાન છે.

ફોટો જોઇ લગ્ન કરવા ઇસ્લામ વિરૂદ્ધ

લગ્નના મામલે છોકરીનો ફોટો છોકરના પરિવારને આપવાની પરવાનગી ઇસ્લામ આપતો નથી. શરીયત મુજબ ફોટાની આપ-લે અને છોકરીને જોઇને લગ્ન કરવા શશર્ત લગ્નની જદમાં આવે છે, જે ઇસ્લામની માન્યતાઓ વિરૂદ્ધ છે. ઇસ્લામિક દારૂલ ઉલમે આ વાત કહી હતી.

મોબાઇલ ફોન અને લગ્નમાં ડાન્સ પર પ્રતિબંધ

શાસન અને વહિવટીતંત્રને ટીંગો બતાવીને ખાપ પંચાયતે ઉદેપુર જિલ્લામાં છોકરીઓ દ્રારા મોબાઇલ ઉપયોગ અને લગ્નમાં ડાન્સ કરવા પ્રતિબંધ ફરમાવવાનો નિર્ણય કર્યો છે. પંચાયત દ્રારા કહેવામાં આવ્યું છે કે જે આ ફેંસલાનો વિરોધ કરશે તેને 51,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.

પ્રેમલગ્ન પર પ્રતિબંધ

પ્રેમલગ્ન એક સામાજિક બુરાઇ છે આ વાત ઉત્તર પ્રદેશમાં બાગપત જિલ્લાના બડૌત તાલુકામાં 36 ગોળની પંચાયત બાદ તેમના એક પ્રતિનિધીએ કહી હતી. આ બુરાઇને રોકવા માટે પંચાયતે કેટલાક ફરમાન જાહેર કર્યા છે. ફરમાન મુજબ 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી મહિલાઓએ એકલા બજાર જવું નહી અને મોબાઇલનો ઉપયોગ કરવો નહી. આ ફરમાનનું ઉલ્લંખન કરનારને ભારે દંડ ભરવાની જાહેરાત કરવામાં આવી છે.

મિનિ સ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ

ધાર્મિક સંગઠન જમાત-એ-ઇસ્લામીએ એક ખાસ પ્રકારના ડ્રેસ કોડને અપનાવવાનું ફરમાન સંભળાવ્યું છે. પર્યટકોને મિની સ્કર્ટ પહેરવા પર પાબંધી ફરમાવવામાં આવી છે. આટલું જ નહી સંગઠને પર્યટન વિભાગને આ નિયમ જલદી લાગૂ કરવા માટે કહ્યું છે.

મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ

લશ્કરે-અલ-તોઇબા અને અલકાયદા મુજાહિદ્દીન નામના આતંકવાદી સંગઠનોએ મહિલાઓને પડદા વિના બહાર ન નિકળે અને મોબાઇલનો ઉપયોગ ન કરવાનું ફરમાન જાહેર કર્યું છે. આ સાથે જ ચેતાવણી આપી છે કે પડદા વિના બહાર નીકળનાર છોકરીઓના મોંઢા પર એસિડ ફેંકી દઇશું. જો કોઇ છોકરી મોબાઇલનો ઉપયોગ કરતાં પકડાઇ જશે તો ગોળી મારી દેવામાં આવશે.

English summary
A village council in Bihar has banned the use of mobile phones by women.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X