• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નેવીમાં વધુ એક સેક્સ સ્કેંડલ, એંટનીએ તપાસના આદેશ આપ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 મે: નેવીમાં વધુ એક સેક્સ સ્કેંડલનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક વરિષ્ઠ અધિકારીની પત્નીએ પોતાના પતિ પર આરોપ લગાવ્યો છે કે તે પોતાના સહયોગી સાથે ''યૌન ક્રિયા' માટે દબાણ બનાવે છે. રક્ષા મંત્રી એ કે એંટનીએ તપાસના આદેશ આપ્યા છે.

આ કિસ્સો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રક્ષા મંત્રીએ કમાંડરોના સંમેલનમાં નેવીના ઉચ્ચ અધિકારીઓને કહ્યું કે આ પ્રકારના કેસ પ્રકાશમાં આવતાં તેમાં સંલિપ્ત અધિકારીઓ વિરૂદ્ધ યથાસંભવ કડક કાર્યવાહી કરવામાં આવે.

એ કે એંટની સાથે મુલાકાત બાદ મહિલાએ ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે 'રક્ષા મંત્રીએ ઘણો સહયોગ કર્યો છે અને અમને કહ્યું છે કે મારી અને મારા માતા - પિતાની ફરિયાદ પર તેમને મારા વિરૂદ્ધ વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. તેમને આરોપ લગાવ્યો છે કે તેમના લેફ્ટિનેંટ કમાંડર પતિ ''પોતાના સહયોગીઓ સાથે યૌન ક્રિયા કરવા અને દારૂ પીવા માટે દબાણ બનાવે છે. તે કરવાડમાં નૌસૈનિક પોત સમારકામ યાર્ડમાં તૈનાત છે.

મહિલાએ જણાવ્યું હતું કે આ પ્રકરણ બાદ તે પોતાની માતાના ઘરે જતી રહી છે. તેને પોતાના પતિ પર માનસિક તથા શારીરિક ત્રાસનો આરોપ લગાવ્યો છે. તેની લગ્ન ગત વર્ષે ફેબ્રુઆરીમાં અધિકારી સાથે થયા હતા.

મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેના પતિએ ધમકી આપી હતી કે જો તેના કૃત્યોનો ખુલાસો બીજા કોઇ સમક્ષ કર્યો તો તે મારી પ્રતિભાને સામાજિક રૂપથી ખરાબ કરવા માટે તે નગ્ન ફોટા ઇન્ટરનેટ પર મુકી દેશે. અધિકારીનો પક્ષ જાણવા માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. નૌસૈનિકોના સંમેલનને સંબોધિત કરતાં એ કે એંટનીએ નેવીને કહ્યું હતું કે ''અયોગ્ય વર્તન''માં સંલિપ્ત અધિકારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે.

English summary
The Navy has been hit by yet another alleged sex scandal as the wife of a senior officer has charged her husband with forcing her to get "sexually involved" with his colleagues, prompting Defence Minister AK Antony to order a probe.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X