ભાજપે બનાવટી પોસ્ટરનો ઉપયોગ કર્યો: વિકીલિક્સ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 માર્ચ: લોકસભાની ચૂંટણી પહેલાં અમેરિકી વેબસાઇટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર મોટો ખુલાસો કરી ભારતના રાજકારણમાં ખળભળાટ મચાવી દિધો છે. પોતાના ખુલાસાથી આંતરરાષ્ટ્રીય જગતમાં ખળભળાટ મચાવી ચૂકેલી અમેરિકી વેબસાઇટ વિકીલિક્સે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દર મોદીને લઇને સ્પષ્ટતા રજૂ કરી છે. વિકીલિક્સે કહ્યું છે કે 2011માં રજૂ કરેલા તેના કેબલ્સમાં કોઇ અમેરિકી ડિપ્લોમેટે ક્યારે પણ નરેન્દ્ર મોદીને ઇમાનદાર ગણાવ્યા નથી.

જૂલિયન અંસાજે ટ્વિટના માધ્યમથી ખુલાસો કર્યો છે કે ભારતમાં અને વિદેશોમાં ફક્ત નરેન્દ્ર મોદી એટલા માટે લોકપ્રિય છે, કારણ કે તે ભ્રષ્ટ ગણવામાં આવતાં નથી. ખાસવાત એ છે કે વિકીલિક્સ સંસ્થાપક જૂલિયન અસાંજ નરેન્દ્ર મોદીના પ્રખર ટેકેદાર ગણવામાં આવે છે. વિકીલિક્સ અંસાજની સહીવાળા એક એવું પોસ્ટર વહેંચી રહ્યાં છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા નરેન્દ્ર મોદીથી ડરે છે કારણ કે અમેરિકા જાણે છે કે નરેન્દ્ર મોદી ભ્રષ્ટ નથી.

-modi-new

પોતાની ટ્વિટમાં તેમને ભાજપના આ દાવાને નકારી કાઢ્યો છે. વિકીલિક્સે ટ્વિટ કરી લખ્યું છે કે પોસ્ટરમાં ઘણી બનાવટી વાતો કહેવામાં આવી છે. વિકીલિક્સે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેના સંસ્થાપક જૂલિયન અસાંજે ક્યારેય પણ નરેન્દ્ર મોદી વિશે કંઇ કહ્યું નથી અને આ અંગે નરેન્દ્ર મોદીના સમર્થકો અને ભાજપે ખોટો પ્રચાર કર્યો છે. વિકીલિક્સે ખુલાસો કર્યો છે કે ઓવેનના અનુસાર નરેન્દ્ર મોદી વિશે આ વાત રાજકોટના કોંગ્રેસ નેતા મનોહર સિંહ જાડેજાએ કહી હતી.

Did You Know: જૂલિયન અસાંજે ઇરાક યુદ્ધ સાથે જોડાયેલા 4 લાખ દસ્તાવેજ પોતાની વેબસાઇટ વિકીલિક્સ પર જાહેર કર્યા. ત્યારબાદ ગોપનીય અમેરિકી દસ્તાવેજોના ખુલાસાના લીધે અમેરિકાએ જૂલિયન અસાંજે પર રાષ્ટ્રીય સુરક્ષા ખતરામાં નાખવાનો આરોપ લગાવ્યો છે.

English summary
Whistle-blower Julian Assange's WikiLeaks the BJP had pushed fake endorsement in support of its prime minister nominee Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X