• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓવૈસીના ઘર પર હુમલો, હત્યાની અપાઇ ધમકી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીના નિવાસસ્થાને મંગળવારના રોજ તોડફોડ કરવામાં આવી હતી. જેનો આરોપ હિન્દુ સેના પર છે. આ સાથે પોલીસે હિન્દુ સેના 5 સભ્યોની ધરપકડ પણ કરી હતી. આ ઘટના બાદ ઓવૈસી કેન્દ્ર સરકાર અને ભાજપ પર રોષે ભરાયા હતા. આ સાથે બંનેને આ ઘટના માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે, તોડફોડ દરમિયાન આરોપીએ તેમને મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટના બાદ ટ્વીટ કરીને ઓવૈસીએ લખ્યું કે, આજે કેટલાક આતંકવાદી ગુંડાઓએ મારા દિલ્હીના ઘરમાં તોડફોડ કરી હતી. તેમની મૂર્ખતાની ચર્ચાઓ પણ સામાન્ય છે. હંમેશાની જેમ તેમનું પરાક્રમ માત્ર ટોળામાં જ દેખાય છે. જ્યારે હું ઘરે ન હતો, ત્યારનો સમય પસંદ કરવામાં આવ્યો હતો. ગુંડાઓના હાથમાં કુહાડી અને લાકડીઓ હતી. તેમને ઘરે પહોંચીને પથ્થરમારો કર્યો હતો. સાંસદના જણાવ્યા મુજબ આરોપીએ તેમની નેમ પ્લેટ પણ તોડી નાખી હતી. આ સાથે તેમણે ત્યાં કામ કરતા રાજુને માર માર્યો હતો. રાજુ તેમની સાથે છેલ્લા 40 વર્ષથી જોડાયેલો છે.

ઓવૈસીએ આ ઘટના વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તોડફોડ દરમિયાન કોમી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેના કારણે રાજુના ઘરમાં રહેતા નાના બાળકો પરેશાન છે. તેમણે કહ્યું કે, ટોળામાં ઓછામાં ઓછા 13 લોકો હતા, જેમણે તેમના ઘર પર હુમલો કર્યો હતો, પરંતુ દિલ્હી પોલીસે માત્ર 5થી 6 લોકોને પકડ્યા છે. જો કે, તેમણે આશા વ્યક્ત કરી હતી કે, દિલ્હી પોલીસ બાકીના આરોપીઓ સામે પણ કાર્યવાહી કરશે.

હૈદરાબાદ સાંસદના જણાવ્યા અનુસાર તેમના ઘર પર આ ત્રીજો હુમલો હતો. છેલ્લે જ્યારે આવું થયું ત્યારે રાજનાથ સિંહ ગૃહમંત્રી તરીકે તેમના પાડોશમાં રહેતા હતા. આ સિવાય ઘરની નજીક નિર્વાચન સદન અને સામે જ સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન છે. વડાપ્રધાનનું નિવાસસ્થાન પણ તેમની જગ્યાથી માત્ર 8 મિનિટ દૂર છે. તેમણે પોલીસને ઘણી વખત કહ્યું કે, તેમના ઘરને નિશાન બનાવવામાં આવ્યું છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દિલ્હી પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠાવતા તેમણે કહ્યું કે, જો એક સાંસદનું ઘર સુરક્ષિત નથી તો શહેરના બાકીના લોકો કેવી રીતે સુરક્ષિત રહેશે.

ગૃહમંત્રી પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે, અમિત શાહ શું સંદેશ આપવા માગે છે? વિશ્વને કટ્ટરતા સામે લડવાનો પાઠ ભણાવનાર પ્રધાનમંત્રી કહો કે, ક્યા કટ્ટરવાદીએ મારા ઘરને નિશાન બનાવ્યું? જો આ કટ્ટરવાદીઓ એમ વિચારે કે, આપણે તેમના ડરને કારણે ચૂપ રહીશું, તો તેમને મજલિસને ઓળખતા નથી. ન્યાય માટેની અમારી લડાઈ કાયમ ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે, AIMIM આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી લડશે. ઔરંગાબાદના સાંસદ સૈયદ ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું હતું કે, ગુજરાતના લોકો તરફથી માંગ કરવામાં આવી છે કે, AIMIM એ વિધાનસભા2022ની ચૂંટણી લડવી જોઈએ. આ માંગને પગલે AIMIM એ ભારતીય આદિવાસી પાર્ટી (BTP) સાથે ગઠબંધનમાં ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં AIMIMએ પોતાની પ્રથમ ચૂંટણીમાં પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. અસદુદ્દીન ઓવૈસીના નેતૃત્વવાળી AIMIM એ રાજ્યની ત્રણ નગરપાલિકાઓમા 17 બેઠકો જીતી હતી. મોડાસા, ગોધરા અને ભરૂચની ત્રણ નગરપાલિકાઓમાં ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) દ્વારા કુલ 24 ઉમેદવારોમાંથી રાજ્ય ચૂંટણી પંચ (SEC) દ્વારા જાહેર કરાયેલા અંતિમ પરિણામો મુજબ 17 વિજયી બન્યા હતા.

AIMIM પાર્ટીએ ચૂંટણી લડવી જોઈએ. પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ મને ગુજરાતની મુલાકાત લેવા અને BTP નેતાઓ સાથે ચર્ચા કરવા માટે ઔરંગાબાદના સાંસદ સૈયદ ઇમ્તિયાઝ જલીલને સૂચના આપી છે. આ સાથે જલીલે કહ્યું કે, ગુજરાતની ચૂંટણી લડવાનો નિર્ણય નોંધપાત્ર છે અને પાર્ટી તેની હાજરી નોંધાવવા માટે કામ કરશે. પાર્ટીનું મુખ્ય ધ્યાન દેશભરમાં ભાજપને હરાવવા પર રહેશે.

સૈયદ ઇમ્તિયાઝ જલીલે જણાવ્યું કે, અમે સમાન વિચારધારા ધરાવતા પક્ષો સાથે ગઠબંધન કરવા માંગીએ છીએ. અમને લાગે છે કે, દેશ માટે સૌથી મોટો ખતરો ભાજપ છે. ગઠબંધન અંગેનો નિર્ણય અમારી પાર્ટીના પ્રમુખ લેશે. પાર્ટીએ બિહારની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું અને હવે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં મજબૂત પ્રદર્શન માટે કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, અમારું લક્ષ્ય ઉત્તર પ્રદેશમાંથી ભાજપને હરાવવાનું છે. ઉત્તરપ્રદેશમાંથી AIMIM ધારાસભ્ય બનવાનો અમારો પ્રયાસ રહેશે. અમે કહ્યું છે કે, 100 બેઠકો પર ચૂંટણી લડવાની તૈયારી કરવામાં આવી રહી છે, અમે 100 બેઠકથી આગળ પણ વધી શકીએ છીએ. ઓબીસી અનામતના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, ભારતને આઝાદી મળ્યાને 70 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, તો ઓબીસી સમાજની ગણતરી થવી જોઈએ. આપણે 50 ટકા વસ્તીને માત્ર 27 ટકા જ અનામત કેમ આપી રહ્યા છીએ અને જે 20 ટકા છે, તેમને 50 ટકા અનામત મળી રહી છે? જ્યારે SC/ST, હિન્દુ, બિન હિન્દુ ગણતરીમાં લખવામાં આવે છે, ત્યારે આ પણ થવું જોઈએ

English summary
The residence of All India Majlis-e-Ittehadul Muslimeen (AIMIM) chief and Lok Sabha MP Asaduddin Owaisi was vandalized in the national capital on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X