For Quick Alerts
For Daily Alerts
પાકિસ્તાની કેદી સનાઉલ્લાહની હાલત નાજુક: ભારત
નવી દિલ્હી, 4 મે: જમ્મૂની જેલમાં પાકિસ્તાની કેદી સનાઉલ્લાહ રાનજેય પર થયેલા હુમલાને અફસોસજનક ગણાવતાં ભારતે શુક્રવારે કહ્યું હતું કે તેની હાલત સ્થિત છે અને તેને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ગુનેગારોને સજા આપવામાં આવશે. બીજી તરફ પાકિસ્તાને તેને તાત્કાલિક પરત મોકલવાની માંગણી કરી છે.
પાકિસ્તાની હાઇકમીશને 52 વર્ષીય સનાઉલ્લા માટે તાત્કાલિક રાજદ્વારી પહોંચ ઉપલબ્ધ કરાવવાની માંગણી કરી છે. આ મુદ્દે ભારતે કહ્યું હતું કે તેની સારવાર ચાલી રહી છે ડોક્ટર આ અંગે પરવાનગી આપી છે તો તેને અનુમતિ આપવામાં આવશે. સનાઉલ્લા ઉંમરકેદની સજા કાપી રહ્યો છે. તેને ટાડા કાનૂન હેઠળ દોષી ગણવામાં આવ્યો છે. તેને 1999માં ધરપકડ કરવામાં આવી હતી.
હાઇકમીશને પ્રેસ અતાશેને કહ્યું હતું કે પાકિસ્તાની હાઇકમીશને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેને વિદેશ મંત્રાલય સમક્ષ જમ્મૂની કોટ ભાલવાલ જેલમાં પાકિસ્તાની કેદી સનાઉલ્લા પર હુમલાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમને કહ્યું હતું કે પાકિસ્તાને સારવાર માટે સનાઉલ્લાને માનવીય અધિકારી પર તત્કાલ પરત મોકલવાની માંગણી કરી છે. પાકિસ્તાને એયએ એમ્બુલન્સના માધ્યમથી પાકિસ્તાન મોકલવાની માંગણી કરી છે.