દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું, AQI 387એ પહોંચ્યો
નવી દિલ્હીઃ રાજધાનીની આબોહવા દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી છે, આજે પણ દિલ્હીના આનંદ વિહારનો એર ક્વૉલિટી ઈંડેક્સ 387, રોહિણીમાં 391 અને દ્વારકામાં 390 છે, દિલ્હી પૉલ્યૂશન કંટ્રોલ કમિટીના આંકડા મુજબ આ આંકડા 'બહુ ખરાબ' શ્રેણીમાં છે, જો કે દિલ્હી સરકાર સતત પ્રદૂષણને નિયંત્રણ કરવાની કોશિશમાં લાગી ગઈ છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકારે ઈલેક્ટ્રિક વાહનોને ઉત્તેજન આપવા માટે ઈલેક્ટ્રિક વ્હીકલ પૉલિસી લાગૂ કરી છે, જેથી દિલ્હીના વાયુ પ્રદૂષણને ઘટાડી શકાય.
બે દિવસ પહેલા દિલ્હીમાં વધતા પ્રદૂષણના સ્તરને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફ્રેન્સ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે દિલ્હી સરકાર પરાલીથી નિકળતા પ્રદૂષણને કાબૂમાં કરવા માટે પોતાના તરફથી પ્રયાસો કરી રહ્યા છે, આ મુદ્દે તમામ સરકારોએ સાથે આવવું જોઈએ અને પ્રદૂષણ વિરુદ્ધ જંગ છેડવી જોઈએ. જો તમામ પાર્ટીઓ અને સરકાર સાથ આવે તો 4 વર્ષથી ઓછા સમયમાં આપણે પ્રદૂષણ કાબૂમાં કરી શકીએ છીએ.
પારો ગગડતાં વાયુ પ્રદૂષણ પણ વધવા લાગ્યું
ઠંડીની શરૂઆત શરૂ થતા પહેલા દિલ્હીમાં વધતા પ્રદૂષણ લોકોને તંગ કરી રહ્યું છે, મૉર્નિંગ વૉક પર નિકળેલા લોકોનું પણ કહેવું છે કે તેમને પણ શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જણાવી દઈએ કે રાજધાનીમાં ઠંડીના મોસમે દસ્તક આપવી શરૂ કરી દીધી છે, પાછલા ત્રણ-ચાર દિવસોથી દિલ્હી-એનસીઆરના તાપમાનમાં કમી આવી છે પરંતુ પારો ગગડવાથી વાયુ પ્રદૂષણ વધવા લાગ્યું છે અને સાથે જ ધૂળ અને પરાલીનો ધુવાડો હવાને પ્રદૂષિત કરવામાં પાછળ નથી, એવામાં હવામાન વિભાગના નિષ્ણાંતોની ચિંતા વધી ગઈ છે કેમ કે જો દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ વધ્યું તો આ કોરોના વાયરસ સામેની જંગ લડી રહેલ રાજધાની માટે સારા સમાચાર નહિ હોય, માટે પ્રદૂષણ પર અત્યારથી જ રોકથામ જરૂરી છે, માટે દિલ્હી સરકારે અત્યારથી જ પ્રદૂષણ રોકવાના ઉપાયો શરૂ કરી દીધા છે.
ભારત બાયોટેકની કોરોના વેક્સીનને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી મળી