નવી દિલ્હી, 18 જૂન: દિલ્હીમાં સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનું ખરીદ-વેચાણ કરી રહી છે, દિલ્હીમાં સરકાર બનાવવા માટે જોડતોડ ગતિવાન બની છે. આવા સમાચારોથી દિલ્હીના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે કે એક પોસ્ટરે આ ગરમીને હવા આપી દિધી છે. નવી દિલ્હી સીટથી ભાજપના સાંસદ મીનાક્ષી લેખીને મુખ્યમંત્રી બનાવવાની માંગવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે પોસ્ટર કોણે લગાવ્યું છે.
બીજા પોસ્ટરમાં મીનાક્ષી લેખીની સાથે વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો છે. સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તેના અનુસાર ભારતીય જનતા પાર્ટી જુલાઇના બીજા અઠવાડિયામાં સંસદનું બજેટ સત્ર શરૂ થતાં પહેલાં દિલ્હીમાં સરકાર બનાવી શકે છે. પરંતુ સૌથી મોટો કોયડો મુખ્યમંત્રી પદને લઇને છે. આ પદ માટે ચાર નામ ટકરાઇ રહ્યાં છે. તેમાં રામવીર બિઘૂડી, જગદીશ મુખી, વિજય ગોયલ અને મીનાક્ષી લેખી છે.
એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર અનુસાર પાર્ટીના મોટાભાગના ધારાસભ્યોનું મંતવ્ય છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી તૂટીને આવનાર સભ્યોના સહારે સરકાર બનાવવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી વિધાનસભામાં કુલ ધારાસભ્યોની સંખ્યા 70 છે. આપના 28 ધારાસભ્યો ચૂંટાયા છે. તેમાંથી વિનોદ બિન્નીનો આપ સાથે સંબંધ તૂટી ગયો છે. ભાજપના 32 (અકાળી દળના એક નેતા સહિત) ધારાસભ્યો ચૂંટાયા હતા. ભાજપના ત્રણ ધારાસભ્ય સાંસદ બની ગયા છે. કોંગ્રેસના આઠ ધારાસભ્ય છે.
Posters of "Meenakshi Lekhi for CM" spring up all over Delhi Will the outspoken spokesperson known for out shouting a well known TV journalist-anchor really become the Chief Minister of Delhi.
Story first published: Wednesday, June 18, 2014, 17:40 [IST]