For Daily Alerts
ધરપકડ બાદ યાસિન મલિકને મોકલાયો શ્રીનગર
નવી દિલ્હી, 3 મે: દિલ્હી પોલીસના કાશ્મીરી અલગાવવાદી નેતા યાસિન મલિકની ધરપકડ કર્યા બાદ શુક્રવારે સવારે વિમાન દ્રારા શ્રીનગર મોકલી દેવામાં આવ્યો છે. જમ્મૂ કાશ્મીર લિબરેશન ફન્ટના નેતા પર મલિક સંસદ ભવન પર હુમલાના દોષી અફજલ ગુરૂના દેહને તેના પરિવારને સોંપવામાં આવે અને પોતાની માંગણીઓને લઇને દબાણ બનાવવા માટે અહીં જંતર-મંતર પર શુક્રવારથી 48 કલાકની ભૂખ હડતાળ શરૂ કરવાનો હતો પરંતુ પોલીસે તેને પરવાનગી આપવાની મનાઇ કરી દિધી હતી.
યાસિન મલિકે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે યાસિન મલિકને સ્પાઇજેટ દ્વારા શ્રીનગર મોકલવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ ગૃહ મંત્રાલયને સોપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે યાસિન મલિકને દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી આપવાની કાનૂન-વ્યવસ્થાની સમસ્યા ઉભી થઇ શકે છે ત્યારદબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં એમપણ કહેવામાં આવ્યું હતું કે યાસિન મલિક પૂર્વમાં 'રાષ્ટ્ર વિરોધી' ગતિવિધિઓમાં લુપ્ત છે. યાસિન મલિકે અફજલ ગુરૂને ફાંસી આપવા પર વિરોધ પ્રદર્શન દરમિયાન લશ્કર-એ-તોઇબાના સંસ્થાપક અને ભારતના સર્વાધિક વાંછિત આતંકવાદીઓની યાદીમાં સામેલ હાફિઝ સઇદ સાથે ઇસ્લામાબાદમાં એકમંચ પર જોવા મળ્યા હતા.