For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામા મસ્જિદ ગેસ્ટ હાઉસના CCTV ફુટેજમાં જોવા મળ્યો શંકાસ્પદ આતંકવાદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

cctv-camera-terrorist
નવી દિલ્હી, 24 માર્ચ: જામા મસ્જિદ નજીક એક ગેસ્ટ હાઉસમાંથી મળી આવેલ સીસીટીવી ફુટેજમાં જોવા મળેલા બે વ્યક્તિઓને શંકાસ્પદ આતંકવાદી માનવામાં આવે છે. ફુટેજમાં જોવા મળેલ વ્યક્તિએ કાળી ટોપી પહેરી છે. દિલ્હી પોલીસે આ ગેસ્ટ હાઉસમાંથી ગુરૂવારે હથિયાર અને દારૂગોળો ઝડપી પાડ્યો હતો.

દિલ્હી પોલીસ દ્રારા શનિવારે એક જાહેર કરવામાં આવેલ વિડિયોને જોતાં સ્પષ્ટપણે સાબિત થાય છે કે એક વ્યક્તિ ગેસ્ટ હાઇસના બુકિંગ કાઉન્ટર તરફ આગળ વધી રહ્યો છે.

ગેસ્ટ હાઉસના રૂમ નંબર 403માં બે શંકાસ્પદ આતંકવાદી રોકાયા હતા અને આ રૂમમાંથી પોલીસે એક એકે-47, હેન્ડ ગ્રેનેડ, 60 રાઉંડ ગોળીઓ અને રાજધાનીના ચિત્રો ઝડપી પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર બંનેએ હોળીના દિવસે બુધવારે દિલ્હીમાં આતંક મચાવવાનું કાવતરું રચ્યું હતું.

English summary
The image of man wearing a black cap, believed to be one of the suspected terrorists, is seen in the CCTV footage obtained from the guest house near Jama Masjid from where arms and ammunition were recovered on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X