• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આર્મી હોસ્પિટલ પાસે વિસ્ફોટક ભરેલી બેગ મળતા ખળભળાટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સુરક્ષિત અને સંવેદનશીલ વિસ્તારમાં સોમવારે ખળભળાટ મચી ગયો જ્યારે કેંટ વિસ્તારમાં આવેલી આર્મી હોસ્પિટલની પાસે એક લાવારિસ બેગ મળી આવી. આ બેગમાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેગને એક યુવક ફેકીને ભાગી ગયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બાઇક પર સવાર એક યુવક હોસ્પિટલની બહાર આ બેગ ફેકીને જતો રહ્યો. આર્મી તરફથી એ વાતની ખરાઇ કરવામાં આવી કે આ બેગમાં વિસ્ફોટક સામાન હતો.

દરમિયાન બોમ્બ નિરોધક સ્ક્વોડ અત્રે પહુંચી ગયું અને તપાસમાં લાગી ગયું. આ ઘટના બાદ આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી. જોકે હજી સુધી એ વાતની ખરાઇ થઇ શકી નથી કે આ કૃત્ય પાછળ કોઇ આતંકી હાથ હતો કે નહીં.

ઉલ્લેખનીય છે કે હૈદરાબાદ બ્લાસ્ટ બાદ રાજધાની દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરી દેવાયો છે. ઇન્ડિયા ગેટ પાસે પાર્કિંગ અને એન્ટ્રીને બેન કરી દેવાઇ છે. આતંકી ઘટનાને પગલે રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા ચોક્કસ કરી દેવાઇ છે.

English summary
Suspicious bag found near Army Hospital in Delhi, explosives suspected.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X