2024 લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો એક્શન પ્લાન, “ભારત જોડો યાત્રા” માટે જૂના જોગીઓના સહારા, 3 ગૃપની ટાસ્કફોર્સ
કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીની ભાગ રૂપે કોંગ્રેસ દ્વારા વિશેષ ગૃપની રચના કરવામાં આવી છે. જેમા ટાસ્ક ફોર્સ 2024 અને પોલીટિકલ અફેર્સ ગૃપ, અને સેન્ટ્રલ પ્લાનિગ ગૃપની રચના કરવામાં આવી છે. રાજકીય બાબતોના ગૃપમાં રાહુલ ગાંધી સાથે તમામ જૂના જોગીઓ જોવા મળી રહ્યા છે. જેમા લોકસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા મલિકાર્જુન ખરગે, ગુલાબની ભાઝદ, અંબિકા સોની, દિગ્ગવિજય સિંહ, આનંદ શર્મા, કે,.સી. વેણુગોપાલ અને જીતેન્દ્ર સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ટાસ્ક ફોર્સમાં 2024 માં પી.ચિંદમ્બરમ, મુકુલ વાસનિક, જયરામ રમેશ, કે સી વેણુગોપાલસ અજય માકન, પ્રિયંકા ગાંધી વાડરા, રણદિપસિંહ સુરજેવાલ, અને સુનિલ સનુગોલુનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટાસ્ક ફોર્સને સ્પેશિયલ કામગીરી સોપવામાં આવશે જમા ટાસ્ક રીલેટેડ કોમ્યુનિકેશન અને મીડિયા સુધી પક્ષની વાત પહોચાડવાની જવાબદારી રહેશે. તેમજ ઉદેપુરમાં યોજાયેલી કોંગ્રેસની નવ સકલ્પ બેઠકની લઇને રીપોર્ટ તૈયાર કરવામાં આવશે.
ભારત જોડો યાત્રા માટે સેન્ટ્રલ પ્લાનિંગ ગૃપમાં દિગવિજય સિહ, સચિન પાયલટ, શશી થરૂર, રવનીત સિંહ બીટુ, કે.જે જ્યોર્જ, જોથી માની, પ્રદ્યુત બોરડોલોઇ, જૂતુ પટવારી અને સલિમ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો છે
કોગેર્સ દ્વારા લોકોસભાની ચૂંટણીની તૈયારી બે વર્ષ પહેલા જ શરૂ કરી દેવામાં આવી છે. આવ પહેલી વાર બની રહ્યુ છે જ્યારે કોંગ્રેસ દ્વારા લોકોસભાની ચૂંટણીની તૈયારી આવી રતી કરવામાં આવી હોય.
લોકોસભાનૂ ચૂંટણી 2024 માટે રચવામાં આવેલા ગૃમાં ગુજરાતના એક પણ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ પહેલા જ્યારે ગુજરાતમાથી અહેમદ પટેલ જીવિત હતા ત્યારે તે આપ્રાકરની કમિટી સભ્ય રહેતા હાત .પરંતુ હાલના સંજોગોમાં જોતા ગુજરાતામાથી એક પણ નેતાને સમાવેશ આ ગૃપમાં કરવામાં આવ્યો નથી.
રાહુલ ગાંધી ટીમાં આ વખતે જૂના જોગીઓને જ મહત્વ આપવામાં આવ્યુ છે. યુવા ચહેરા એક પણ આ ગૃપમાં જોવા મળતા નથી. રાહુલ ગાઁધીને હેવે યુવાનો પર વિશ્વાસ રહ્યો નથી તે આ ગૃપની કરવામાં આવેલી રચના પરથી જોવા મળી રહ્યુ છે. જે નામો છે તે તમામ નેતાઓ પૂર્વ મંત્રીઓ અને કોગ્રેસના દિગ્ગજ નેતાઓમાં સમાવેશ થાય છે.