
સરકાર દેશ વેચવામાં વ્યસ્ત, જનતાએ પોતાનું ધ્યાન ખુદ રાખવું પડશે - રાહુલ ગાંધી
નવી દિલ્હી : તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનની જાહેરાત કરી હતી. જેના માટે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. કોવિડ 19ની પરિસ્થિતિ અને રસીકરણની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ લોકોને પોતાની સંભાળ રાખવાની સલાહ આપી છે. રાહુલ શરૂઆતથી જ કોરોના મહામારી અંગે સરકારની નીતિઓની ટીકા કરી રહ્યો છે. રાહુલ ગાંધી હંમેશા રસીકરણની ઝડપ વધારવાની માંગણી કરે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનની જાહેરાત કરી હતી. જેના માટે રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કર્યા છે. કોવિડ 19ની પરિસ્થિતિ અને રસીકરણની ધીમી ગતિ પર ચિંતા વ્યક્ત કરતા રાહુલ ગાંધીએ લોકોને પોતાની સંભાળ રાખવાની સલાહ આપી છે. રાહુલ શરૂઆતથી જ કોરોના મહામારી અંગે સરકારની નીતિઓની ટીકા કરી રહ્યો છે. રાહુલ ગાંધી હંમેશા રસીકરણની ઝડપ વધારવાની માંગણી કરે છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે, કોવિડ દર્દીઓની વધતી સંખ્યા ચિંતાજનક છે. આગામી લહેરમાં ગંભીર પરિણામો ટાળવા માટે રસીકરણ વેગ આપવું આવશ્યક છે. કૃપા કરીને તમારી સંભાળ ખુદ રાખો કારણ કે, ભારત સરકાર હાલ વેચવામાં વ્યસ્ત છે. અગાઉ પણ તેમણે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇન પર બે ટ્વીટ કર્યા હતા. પહેલા તેમણે લખ્યું- "પહેલા ઈમાન વેચાયું અને હવે ... #IndiaOnSale".
જે બાદ બીજામાં, સાંસદે લખ્યું કે રાષ્ટ્રીય 'મિત્રતા' યોજના, રોડ, રેલ, એરપોર્ટ, વીજળી, ગેસ, પેટ્રોલ, ખાણ, સ્ટેડિયમ, વેરહાઉસ.
કોરોના કેસ ફરી વધી રહ્યા છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 46,164 નવા કેસ નોંધાયા છે, જ્યારે 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. આવી પરિસ્થિતિમાં, હવે ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,25,57,782 થઈ ગઈ છે, જેમાંથી 4,36,396 મૃત્યુ પામ્યા છે, જ્યારે 3,17,81,052 દર્દીઓ સાજા થયા છે. આવી સ્થિતિમાં સક્રિય કેસની સંખ્યા માત્ર 3,27,580 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં અત્યાર સુધીમાં રસીના 60 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
નાણામંત્રીએ જવાબ આપ્યો
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ પાઇપલાઇનની જાહેરાત કરી ત્યારથી કોંગ્રેસ અને રાહુલ તેમના પર પ્રહારો કરી રહ્યા છે. બુધવારના રોજ નિર્મલા સીતારમણે કહ્યું કે, પહેલા રાહુલ ગાંધીને પૂછવું જોઈએ કે, તેઓ મુદ્રીકરણને સમજે છે કે નહીં. મોદી સરકારે આ નિર્ણય સમજી વિચારીને લીધો છે. કોંગ્રેસ એક એવો પક્ષ છે, જેણે દેશના સંસાધનો વેચ્યા અને લાંચ પણ લીધી.