For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હી-એનસીઆરમાં ધુમ્મસની અસર: 101 ટ્રેન મોડી પડી, 7 રદ્દ

ગાઢ ધુમ્મસને કારણે લગભગ 101 જેટલી ટ્રેનો પોતાના નિર્ધારતિ સમય કરતાં મોડી ચાલી રહી છે અને 7 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. 18 ટ્રેનનો સમય બદલાવામાં આવ્યો છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

શિયાળામાં ઠંડક વધવાની સાથે દિલ્હીમાં ધુમ્મસ પણ વધતો જાય છે અને આ ગાઢ ધુમ્મસને કારણે વાહનવ્યવહાર વ્યવસ્થા ખોળવાઇ રહી છે. દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે, જેને કારણે રેલવે અને વિમાન યાત્રાઓ પર પણ અસર થઇ છે.


ધુમ્મસને કારણે ટ્રેન મોડી પડી

ગાઢ ધુમ્મસને કારણે 101 ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં પાછળ ચાલી રહી છે, 7 ટ્રેન રદ્દ થઇ છે અને 18 ટ્રેનનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છો. સાથે જ વિમાનની યાત્રાઓ પર પણ આની અસર થઇ છે. ઘણી ફ્લાઇટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર લગભગ 5 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ મોડી પડી હોવાના સમાચાર છે. સાથે લોકલ ફ્લાઇટ્સ પર પણ આ ગાઢ ધુમ્મસની અસર થઇ છે.


ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે ભારે પવન ફૂંકાયો

ગાઢ ધુમ્મસના કારણે સામાન્ય વાહન વ્યવસ્થા પણ ખોળવાઇ છે, લોકોને વાહન ચલાવવામાં તકલીફ પડવાને કારણે ટ્રાફિક ઝડપથી આગળ નથી વધી શકતો.


પંજાબના લુધિયાણામાં પણ ધુમ્મસની અસર થઇ છે, ગાઢ ધુમ્મસના કારણે સામેનું દ્રશ્ય સાફ જોઇ શકાતું નથી. ઉત્તરપ્રદેશના ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની સાથે તેજ પવન પણ ફૂંકાયો છે.

English summary
Thick fog in delhi NCR, flights and trains get delayed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X