અમિત શાહ આરોપી બનતા તો યુપીએ ખુશ થાત: રંજીત સિંહા
નવી દિલ્હી, 8 ફેબ્રુઆરી: સીબીઆઇના ચીફ રંજીત સિંહાએ ઇશરત કેસમાં અમિત શાહના નામને લઇને એક વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. રંજીત સિંહાએ કહ્યું હતું કે જો તપાસ એજન્સી ઇશરત કેસમાં અમિત શાહનું નામ ઉમેરતી તો યુપીએ સરકારના લોકો ખુશ થાત. પરંતુ તપાસ એજન્સી પોતાનું કામ નિષ્પક્ષ રીતે કરી રહી છે.
રંજીત સિંહાએ કહ્યું હતું કે કોર્ટને લઇને જવાબદાર છે ના કે મંત્રાલયને લઇને. રંજીત સિંહાએ આ નિવેદન ઇકોનોમિક ટાઇમ્સને આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇશરત જહાં કેસમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અમિત શાહને મોટી રાહત મળી હતી. અમદાવાદને સીબીઆઇ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી પૂરક ચાર્જશીટમાં અમિત શાહનું નામ ઉમેરવામાં આવ્યું ન હતું. જ્યારે તેમાં આઇબીના ચાર ઓફિસરોના નામ સામેલ કરવામાં આવ્યા હતા.
સીબીઆઇએ ઇશરત જહાં બનાવટી એન્કાઉંટર કેસમાં આરોપ પત્રમાં સીબીઆઇના પૂર્વ વિશેષ નિર્દેશક રાજેન્દ્ર કુમાર તથા ત્રણ અધિકારીઓ વિરૂદ્ધ હત્યા તથા કાવતરાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાતના પૂર્વ મંત્રી અમિત શાહનું નામ આરોપ પત્રમાં ન હતું.