For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોક્સર વિજેન્દર સિંહને મળી મોટી રાહત, ડોપ ટેસ્ટ નેગેટિવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રિલ: ભારતીય ઓલમ્પિક પદક વિજેતા બોક્સર વિજેન્દર સિંહને ડોપ ટેસ્ટના નમૂના નેગેટિવ મળી આવ્યાં છે. આ જાહેરાત મંગળવારે ખેલ મંત્રાલયે કરી હતી. વિજેન્દર અને તેના મિત્ર બોક્સર રામ સિંહ પર માદક પદાર્થોના સેવનનો આરોપ લાગ્યો હતો, ત્યારબાદ ખેલ મંત્રાલયે બીજીંગ ઓલમ્પિકમાં કાસ્યપદક વિજેતા વિજેન્દરને રાષ્ટ્રીય ડોપિંગ નિરોધી એજન્સી (નાડા)ને પોતાના લોહીના નમૂના અને પેશાબના નમૂના આપવાનો આદેશ આપ્યો હતો.

રમત મંત્રાલયે એક નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે વિજેન્દર સિંહ અને અન્ય ચાર બોક્સરોનો માદક પદાર્થોનું સેવન કરવાનો કેસ વિચારધીન હતો. આ બધાના ડોપ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના લોહી અને પેશાબના નમૂના લેવામાં આવ્યા હતા.

vijender-singh-boxer

ખેલ મંત્રાલયે જાહેરાત કરતાં કહ્યું હતું કે આ કહેતાં ઘણી ખુશી થાય છે કે આ બધાના ટેસ્ટના આધારે જાણવા મળ્યું છે કે કોઇ બોક્સરે ગત સમયમાં પ્રતિબંધિત પદાર્થોનું સેવન કર્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે સાત માર્ચના રોજ પંજાબ પોલીસે મોહાલીના જિરકપુરમાં એક એનઆરઆઇ અનૂપસિંહ કાહલોના ઘરમાંથી 26 કિલોગ્રામ હેરોઇન મળી આવ્યું હતું. આ ડ્રગ્સ સ્કેંડલમાં વિજેન્દર સિંહ સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. કારણ કે અનૂપસિંહ કાહલોના ઘરની બહારથી વિજેન્દરની પત્નીની કાર પોલીસને મળી આવી હતી.

English summary
In a respite to Olympic bronze medallist boxer Vijender Singh, who has been embroiled in a drug scandal, the dope test conducted on him has returned negative for banned substances, including that of heroin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X