For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ, આપ અને કોંગ્રેસને બિન્નીની ભલામણ, કિરણ બેદીને બનાવો દિલ્હીના સીએમ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મે: એક તરફ જ્યાં દેશના રાજકારણમાં કોણ કઇ ખુરશી પર બેસશે તેને લઇને હલચલ મચેલી છે તો બીજી તરફ દિલ્હીની સલ્તનત પણ રાજકીય ગરમી ચઢેલી હતી. આમ આદમી પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવેલા ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીને કિરણ બેદીને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરી છે. વિનોદ બિન્નીનું કહેવું છે કે દિલ્હીમાં ફરીથી વિધાનસભા ચૂંટણી કરાવવી જનતાના પૈસા બરબાદ કરવા બરાબર છે.

વિનોદ બિન્નીએ કહ્યું કે મેં ભાજપ, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને અપક્ષ ધારાસભ્યોની સાથે આપનાર અને કિરણ બેડીને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે કારણ કે તે કોઇ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી. કિરણ બેદીએ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા માટે તે પોતાની ભૂમિકામાં પરિવર્તન પર વિચાર કરવા માટે તૈયાર છે. કિરણ બેદીએ કહ્યું કે રાજકીય એંગલથી નહી પરંતુ દેશ સેવાના એંગલથી આવા પ્રસ્તાવ પર વિચાર કરશે.

20-kiran-bedi

વિનોદ બિન્નીએ કહ્યું કે જો કિરણ બેદીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવામાં આવે છે અને સરકાર ચલાવવા માટે ન્યૂનતમ કાર્યક્રમ બનાવવામાં આવે તો હું ભાજપ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનું સમર્થન કરવા માટે તૈયાર છું. વિધાનસભા ચૂંટણી બાદ પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપમાં વિનોદ બિન્નીએ આમ આદમી પાર્ટીએ સસ્પેંડ કરી દિધા છે. વિનોદ બિન્નીએ કહ્યું કે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન કિરણ બેદીને મુખ્યમંત્રી બનાવવા માટે તૈયાર થાય છે ત્યારે પણ તે ગઠબંધનનું સમથન કરવા માટે તૈયાર છે.

English summary
Expelled AAP MLA Vinod Kumar Binny today called upon BJP, AAP and Congress to consider civil activist Kiran Bedi for the post of Delhi chief minister, saying that holding fresh Assembly elections would be a wastage of public money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X