For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલે કહ્યું, યોગેન્દ્ર મુખ્ય સહયોગી, શાજિયાનું થશે પુનરાવર્તન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind
નવી દિલ્હી, 7 જૂન: આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પરસ્પર સદભાવના અને સહયોગની ભાવના વધારવાના સંકેત આપતાં ટ્વિટ કર્યું, 'યોગેન્દ્ર મારા ખાસ મિત્ર અને મહત્વપૂર્ણ સહયોગી છે. તેમણે કેટલાક મુખ્ય મુદ્દા પર ધ્યાન ખેંચશે. અમે મળીને આના પર કામ કરીશું.' ત્યારબાદ આગામી ટ્વિટમાં અરવિંદ કેજરીવાલે લખ્યું, 'શાજિયા ઇલ્મીને પણ પાર્ટીમાં પરત લાવવાનો પ્રયત્ન કરશે.'

રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકના બીજા દિવસે આજે અરવિંદ કેજરીવાલે આપના તૂટતા વિખરાતા કુનબાને બચાવવા માટે મતભેદોને શાંત કરવાના સંકેત આપ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે કાર્યકારિણીની બેઠક પહેલાં યોગેન્દ્ર યાદવ અને મનીષ સિસોદિયાની ચિઠ્ઠી લીક થતાં પાર્ટીનો આંતરિક વિવાદ ખુલીને સામે આવી ગયો હતો. ત્યારબાદ તમામ અટકળો લગાવવામાં આવી રહી હતી. અહીં સુધી કહેવામાં આવી રહ્યું છે કે યોગેન્દ્ર યાદવને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે.

શુક્રવારે લગભગ 8 કલાક સુધી ચાલેલી બેઠકમાં મનદુખના સંકેત મળી રહ્યાં છે. પાર્ટીના વરિષ્ઠ નેતા કુમાર વિશ્વાસ બેઠક વચ્ચે ઉઠીને જતા રહ્યાં હતા. કુમાર વિશ્વાસ આજે પણ બેઠકમાં ભાગ લઇ રહ્યાં નથી. આ વિવાદને પાર્ટીએ વધુ મહત્વ ન આપતાં કહ્યું કે અલગ-અલગ દ્રષ્ટિકોણ ગુનો નથી. આનાથી પાર્ટીનું લોકતાંત્રિક સ્વરૂપ મજબૂત થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શાજિયા ઇલ્મીને પાર્ટીમાં પરત લાવવા માટે અરવિંદ કેજરીવાલે પ્રસ્તાવ મૂક્યો અને તેની જવાબદારી અંજલિ દમાનિયાને આપવામાં આવી છે. સંજય સિંહે કહ્યું કે જો શાજિયા પાર્ટીમાં પરત આવે છે તો મોટી ખુશીની વાત હશે.

English summary
As the rift in Aam Aadmi Party's top leadership emerged after exchange of letters between Yogendra Yadav and Manish Sisodia, party chief Arvind Kejriwal on Saturday tried to water done the issue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X