For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીની દિવાળી ભેટ, જમ્મુ-કાશ્મીરને 80 હજાર કરોડનું પેકેજ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શ્રીનગર પહોંચ્યા. જ્યાં નરેન્દ્ર મોદીએ શેરે એ કશ્મીર સ્ટેડિયમ ખાતે આયોજિત એક જનસભાને સંબોધિત કરી. અને સાથે જ જમ્મુ કાશ્મીરને 80 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપવાની વાત પણ કરી. આ પ્રસંગે તેમણે કહ્યું કે આ તો ખાલી શરૂઆત છે. દિલ્હીનો ખજાનો તમારા માટે જ છે અને મારા હદય પણ. વડાપ્રધાન રાજ્યમાં હાઇ વે નિર્માણ માટે 34 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું.

વધુમાં મોદીએ કહ્યું કે કાશ્મીરની પૃથ્વી પરનું સ્વર્ગ કહેવાતું હતું અને હું ઈચ્છું છું કે ફરી એક વાર લોકો તેવા કાશ્મીરને જેવા પાછા આવે. વધુમાં તેમણે પાછલા વર્ષે અહીં આવેલા ભયાનક પૂર વિષે પણ દુખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે પાછલી દિવાળી પણ હું કાશ્મીર આવ્યો હતો. કારણ કે અમારો મંત્ર છે સૌવ નો સાથ સૌનો વિકાસ.

narendra modi

વળી મોદી કહ્યું કે કાશ્મીરે આંતકવાદની લઇને પૂર જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. અને ભારતને કાશ્મીરિયતની જરૂર છે. વળી તેમણે યુવાના રાજગાર અંગે પણ જલ્દી જ સમસ્યા નિવારવા માટે પગલા લેવામાં આવશે તેની ખાતરી આપી.

જો કે કેટલાક અલગાવવાદી નેતાઓએ મોદીની આ રેલીનો બહિષ્કાર પણ કર્યો હતો. રેલી પહેલા જ સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં મોબાઇલ સેવા બંધ કરવામાં આવી હતી. અને નરેન્દ્ર મોદીને એક ખાસ વિમાન દ્વારા શ્રીનગર લાવવામાં આવ્યા હતા. કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરી પણ આ પ્રસંગે તેમની સાથે હતા.

જો કે રાજ્ય પીએમઓ જિતેન્દ્ર સિંહ એરપોર્ટ પર મોદીનું સ્વાગત કર્યું હતું. ત્યારે શેર-એ-કાશ્મીર સ્ટેડિયમમાં મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ, પુરુષો અને બાળકો હાજર રહ્યા હતા.

English summary
Modi's Diwali gift for J&K! PM announces Rs 80,000 crore package for state
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X