For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામપાલે કહ્યું 'હું નિર્દોષ છું, મને ફસાવવામાં આવ્યો છે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ચંદીગઢ, 20 નવેમ્બર: પંજાબ અને હરિયાણા હાઇ કોર્ટ દ્વારા વિવાદિત સંત રામપાલના જામીન રદ કર્યા બાદ હવે તે જેલના સળીયા પાછળ પહોંચી ગયા છે. તેમને 2006માં થયેલા હત્યાના એક કેસમાં આ જમાનત આપવામાં આવી હતી. રામપાલને પંચકુલાના સેક્ટર છ સ્થિત જનરલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી સેક્ટર પાંચ સ્થિત પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા. તેમને પોલીસ મથકમાં જેલમાં રાખવામાં આવ્યા. જેલની બહાર ઘણા સુરક્ષાકર્મી ચોકસ મુદ્રામાં તૈનાતા છે.

પોલીસ સ્ટેશનમાં લઇ જતાં પહેલાં રામપાલે પોતાને નિર્દોષ ગણાવ્યા. સ્વયંભૂ સંતે સંવાદદાતાઓને કહ્યું કે હું નિર્દોષ છું. મારા વિરૂદ્ધ લાગેલા આરોપ આધારહિન છે. રામપાલ જેલમાં લાગેલા લોખંડના સળીયા પકડીને ઉભેલા જોવા મળ્યા, તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી. તે વારંવાર નીચે જોઇ રહ્યાં હતા. તેમને ગુરૂવારે બપોરે બે વાગે હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાઇકોર્ટની ખંડપીઠે આ પહેલાં એપ્રિલ 2008માં તેમને આપેલી જામીન અરજી રદ કરી દિધી છે.

1-sant-rampal

રામપાલ કેસમાં કોર્ટનો સહયોગ કરી રહેલા કાનૂની સલાહકારા અનુપમ ગુપ્તાએ કહ્યું કે કોર્ટે તેમને આપેલી જામીન અરજીને રદ કરી દિધી છે. ગુપ્તાએ કહ્યું કે હરિયાણા પોલીસને બપોરે બે વાગ્યા સુધી રામપાલને કોર્ટૅ સમક્ષ રજૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. હરિયાણાના મહાધિવક્તા બીઆર મહાજને કોર્ટને જણાવ્યું કે રામપાલને ધરપકડ કરવામાં આવ્યા છે અને તેમને કોર્ટની અવગણના મુદ્દે રામપાલના વિરૂદ્ધ સુનાવણી શરૂ કરવાની પરવાનગી માંગી.

કોર્ટે 17 નવેમ્બરને રામપાલ વિરૂદ્ધ બિન જામીન વોરંટ રજૂ કર્યું હતું અને શુક્રવાર સુધી કોઇપણ હાલતમાં રજૂ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. રામપાલને બુધવારે રાતે તેમના બરવાલા સ્થિત સતલોક આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવી.

English summary
Punjab and Haryana High Court on Thursday cancelled the bail of controversial ‘godman’ Rampal in a 2006 murder case and ordered that he be taken into custody immediately.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X