For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

18 April Covid Update : છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2183 પોઝિટિવ કેસ અને 214 મૃત્યુ નોંધાયા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,183 નવા કોવિડ19 કેસ અને 214 મૃત્યુ નોંધાયા છે.

|
Google Oneindia Gujarati News

18 April Covid Update : કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,183 નવા કોવિડ19 કેસ અને 214 મૃત્યુ નોંધાયા છે. કોવિડ19ના સક્રિય કેસ હાલમાં 11,542 છે અને કુલ કોરોના સંક્રમણના 0.03 ટકા છે. રિકવરી રેટ 98.76 ટકા પર યથાવત રહ્યો હતો અને રવિવારના રોજ 1,985 રિકવરી નોંધાઈ હતી.

આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોવિડ19 પોઝિટિવિટી રેટ બે અઠવાડિયામાં 0.5 ટકાથી વધીને 5.33 ટકા થયો હતો. રવિવારના રોજ દિલ્હીમાં દૈનિક કોવિડ19 કેસો 500ને પાર થયા છે. આ સાથે દિલ્હી શહેરમાં 24 કલાકમાં 517 કેસ નોંધાયા હતા. કેસોમાં વધારાની વચ્ચે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) પરિસ્થિતિની સમીક્ષા કરશે અને 20 એપ્રીલના રોજ બેઠક કરશે.

અન્ય સમાચારોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રવિવારના રોજ દાવો કર્યો હતો કે, સરકારની "બેદરકારી" ને કારણે કોરોનાવાયરસ રોગચાળા દરમિયાન 40 લાખ ભારતીયોના મૃત્યુ થયા હતા અને ફરી એકવાર માગ કરી હતી કે, મૃતકોના તમામ પરિવારોને મૃત્યુદીઠ ચાર લાખ રૂપિયા વળતર આપવામાં આવે.

શાંઘાઈમાં કોરોના સંક્રમણના 2417 નવા પોઝિટિવ કેસ

શાંઘાઈમાં કોરોના સંક્રમણના 2417 નવા પોઝિટિવ કેસ

ગ્લોબલ ટાઈમ્સ તરફથી એક ટ્વિટ કરીને કહેવામાં આવ્યુ છે કે, છેલ્લા 24 કલાકમાં શાંઘાઈમાં કોરોના સંક્રમણના 2417 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે ત્રણકોરોના દર્દીના મોત થઈ ગયા છે. જે લોકોના કોરોનાથી મોત થયા છે, તેમની ઉંમર 89-91 વર્ષની વચ્ચે છે અને તેમને પહેલેથી ઘણી બિમારીઓ હતી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. આસાથે છેલ્લા 24 કલાકમાં 21 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 8, વડોદરામાં 4, ગાંધીનગરમાં 2 અને ભાવનગરમાં 1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથેરાજ્યમાં કુલ 12,13,095 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 120 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ સાથે જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 53 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 3 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

English summary
18 April Covid Update: 2183 positive cases and 214 deaths were reported in the country In the last 24 hours.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X