
19 June Covid Update : જાણો ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
19 June Covid Update : ગુજરાતમાં શનિવારના રોજ કોરોના સંક્રમણના 234 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 159 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 130, સુરતમાં 31 કેસ, વડોદરામાં 25 કેસ, ભાવનગરમાં 13 કેસ, વલસાડમાં 7 કેસ નોંધાયા છે.
આ સાથે ભરૂચ, રાજકોટ અને ગાંધીનગરમાં 4-4 કેસ અને જામનગરમાં 3 કેસ તેમજ આણંદ, અરવલ્લી, કચ્છ, મહેસાણા અને સાબરકાંઠામાં 2-2 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ખેડા, નવસારી અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે.

કુલ 11,07,97,664 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,946 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,15,192 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા1261 થઇ છે. જેમાંથી 6 ની હાલત ગંભીર છે, જ્યારે 1255 ની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર 99.01 ટકાછે.
આ સાથે છેલ્લા 24 કલાક દરમિયાન 55,865 કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ 11,07,97,664 કોરોનાવેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.

19 June ની અમદાવાદ કોરોના અપડેટ
અમદાવાદના શહેરી વિસ્તારમાં 128 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં 2 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે શહેરી વિસ્તારમાં 79 લોકો કોરોના મુક્ત થયા છે. તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાતકરવામાં આવે તો, અમદાવાદ શહેરી વિસ્તારમાં 6783 અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 1569 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

19 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટના શહેરી વિસ્તારમાં 3 કેસ અને ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરી વિસ્તારમાં 5રિકવરી નોંધાઇ છે.
આ સાથે ગ્રામ્ય વિસ્તારમાં 2 રિકવરી નોંધાઇ છે. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં2506 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2146 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

19 June ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાસંક્રમણના 12,899 નવા પિઝિટિવ કેસ અને 15 મૃત્યુ નોંધાયા છે. આ સાથે સક્રિય કેસની સંખ્યા વધીને 72,474 થઈ ગઈ છે.
દિલ્હીમાં શનિવારના રોજ 1,534 નવા કોવિડ -19 કેસ અને ત્રણ વાયરસ સંબંધિત મૃત્યુ નોંધાયા છે. પોઝિટિવિટી રેટ હવે 7.71 ટકા છે.
હાલમાં, રાજધાની શહેરમાં 5,119 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં આ રોગમાંથી 1,255 જેટલા દર્દીઓ સાજા થયા છે.
આ દરમિયાન,મુંબઈમાં શનિવારના રોજ 2,054 નવા કોવિડ -19 કેસ નોંધાયા, જેણે મહાનગરમાં કેસલોડ 10,92,557 પર પહોંચ્યો હતો.
બે નવારોગચાળાને લગતા મૃત્યુથી મૃત્યુઆંક વધીને 19,582 થયો છે, એમ એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું.