23 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
23 may Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 2,022 નવા પોઝિટિવ કેસનો ઉમેરો થયો, જેમાં કોરોના સંક્રમણના કેસની કુલ સંખ્યા 4,31,38,393 થઈ ગઈ હતી, જ્યારે સક્રિય કેસ ઘટીને 14,832 થઈ ગયા હતા.
રવિવારના ડેટા દર્શાવે છે કે, કોરોના વાયરસના કારણે વધુ 46 લોકોના મૃત્યુ સાથે મૃત્યુની સંખ્યા વધીને 5,24,459 થઈ ગઈ છે. સક્રિય કેસોમાં કુલ સંક્રમણના 0.03 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના સંક્રમણમાંથી રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો હતો, મંત્રાલયે જણાવ્યું હતું.

કોરોના સંક્રમણને કારણે ચીનની અર્થવ્યવસ્થાને ફટકો
એક સમયે કોરોના રોગચાળા સામે મજબૂત સંરક્ષણની બડાઈ મારનાર ચીન હવે વાયરસના પુનરાગમનથી સખત ફટકો પડ્યો છે. ગયામહિને કન્ઝ્યુમર ખર્ચ અને ફેક્ટરી આઉટપુટમાં ઘટાડો થયો હતો, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણમાં વૃદ્ધિ કે જે બેઇજિંગ આ વર્ષે વૃદ્ધિને વેગઆપવાનું કહે છે, ચીનના નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર તે પણ ધીમી પડી હતી.
પોલિસી રિસર્ચ ગ્રૂપ (POREG) મુજબ, દેશના સૌથી કડક રોગચાળા પ્રોટોકોલ દ્વારા ઘડવામાં આવેલા આર્થિક પતનના વધુ પુરાવાતરીકે, હેડલાઇન બેરોજગારીનો દર 6.1 ટકાની બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં192.38 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

22 may ની ભારતની કોરોના અપડેટ
- ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 14,832 છે
- સક્રિય કેસ 0.03 ટકા છે
- રિકવરી રેટ હાલમાં 98.75 ટકા છે
- છેલ્લા 24 કલાકમાં 2,099 રિકવરીથી કુલ રિકવરી વધી છે. હાલ કુલ 4,25,99,102 છે.
- છેલ્લા 24 કલાકમાં 2,022 નવા કેસ નોંધાયા છે
- ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.69 ટકા
- વીકલી પોઝિટિવિટી રેટ - 0.49 ટકા
- અત્યાર સુધીમાં કુલ 84.70 કરોડ ટેસ્ટ હાથ ધરવામાં આવી છે, છેલ્લા 24 કલાકમાં 2,94,812 ટેસ્ટ કરવામાં આવ્યા છે

22 may ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 15 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયુંનથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 26 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ સાથે જોશહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 5 અને વડોદરામાં 9 અને વલસાડમાં 1 કેસ નોંધાયા છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,776 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા188 થઇ છે. જેમાંથી ત્રણ દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 185 દર્દીની હાલત સ્થિર છે.

22 may ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં કે રાજકોટગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 9591 અને રાજકોટ ગ્રામ્યવિસ્તારમાં 10570 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.