26 April Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
26 April Covid Update : ભારતમાં મંગળવારના રોજ સવારે 8 કલાકે પૂરા થતા છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,483 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, આ અગાઉના દિવસના 2,541 કેસ કરતાં થોડા ઓછા છે. સક્રિય કેસ પણ 16,522 થી ઘટીને 15,636 થયા છે, જ્યારે પોઝિટિવિટી રેટ ઘટીને 0.55 ટકા થયો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશમાં 1,399 કોવિડ સંબંધિત મૃત્યુ પણ નોંધાયા છે. આમાંથી 1,347 આસામમાંથી નોંધાયા હતા, જે અન્ય કારણોસર મૃત્યુ પામેલા કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યા દર્શાવે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં શૂન્ય કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે. એ જ રીતે, કેરળમાં નોંધાયેલા 47 મૃત્યુ સમાધાનના આંકડા પર આધારિત હતા.
સોમવારના રોજ કર્ણાટક અને છત્તીસગઢની રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જે મુજબ જાહેર સ્થળોએ ફરીથી માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિને જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે, લોકો જાહેર સ્થળોએ માસ્ક પહેરે તેની ખાતરી કરે અને રસીકરણ કવરેજ વધારવામાં આવે. જોકે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ અમે સાવચેત રહેવાનું ચાલુ રાખીશું. કારણ કે, અન્ય રાજ્યોમાં કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. પરિસ્થિતિની નજીકથી દેખરેખ રાખવા માટે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.

સેલ્ફ રેપ્લિકેટિંગ mRNA કોવિડ19 વેક્સિન કેવી રીતે કામ કરે છે અને ટ્રાયલ પરિણામો શું દર્શાવે છે?
સેલ્ફ રેપ્લિકેટિંગ mRNA કોવિડ19 વેક્સિન કે જેમાં વિતરિત આરએનએ શરીરની અંદર મલ્ટિપ્લાય કરે છે, તે ચાલુ તબક્કા 1/2/3 ટ્રાયલ્સમાં કોવિડ-19 સામેઆશાસ્પદ પરિણામો દર્શાવે છે. આ રસી, ARCT-154, સાન ડિએગો, કેલિફોર્નિયા સ્થિત આર્ક્ટુરસ થેરાપ્યુટિક્સ હોલ્ડિંગ્સ દ્વારા વિકસાવવામાં આવી છે અનેવિયેતનામમાં તેની ટ્રાયલ ચાલુ છે.
આર્ક્ટુરસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, આ સેલ્ફ રેપ્લિકેટિંગ mRNA કોવિડ19 વેક્સિન ગંભીર કોવિડ19 અને મૃત્યુ સામે95 ટકા અને કોરોના સંક્રમણ સામે 55 ટકા રક્ષણ આપે છે.

દિલ્હીમાં પોઝિટિવિટી રેટ વધીને 6.42 ટકા થયો
દિલ્હીમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 1,011 નવા પોઝિટિવ કેસ અને એક મૃત્યુ નોંધાયું હતું, જ્યારે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પોઝિટિવિટી રેટ વધીને6.42 ટકા થયો હતો. જ્યારે દૈનિક કેસ રવિવારની સરખામણીએ થોડા ઓછા છે. રવિવારના રોજ રાજધાનીમાં 1,083 નવા કેસ નોંધાયા હતા, ત્યારે પોઝિટિવિટી રેટ 4.48ટકાથી વધી ગયો છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.
આસાથે છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 9, વડોદરામાં 2 અને બનાસકાઠામાં 1 કેસ નોંધાયો છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ12,13,221 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 93 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ ઉપરાંત જોરસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 3035 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 2468 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.