27 April Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
27 April Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,927 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે, જે કોરોના સંક્રમણની કુલ સંખ્યા 4,30,65,496 પર લાવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, સક્રિય કેસ વધીને 16,279 થઈ ગયા છે, દેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 32 મૃત્યુ નોંધાયા છે, જેમાં કોવિડ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા 5,23,654 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોરોના સંક્રમણના એક્ટિવ કેસમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો હતો. 24 કલાકના ગાળામાં કોરોના સંક્રમણના સક્રિય કેસ લોડમાં 643 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે.
|
27 એપ્રીલની ભારત કોરોના અપડેટ
- છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,927 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
- છેલ્લા 24 કલાકમાં કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા - 32 (કેરળમાં 26 બેકલોગ મૃત્યુ ઉમેરાયા).
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 188.19 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
- ભારતમાં કોરોના સંક્રમણનો એક્ટિવ કેસલોડ હાલમાં 16,279 છે.
- કોરોના સંક્રમણ એક્ટિવ કેસ 0.04 ટકા છે
- રિકવરી રેટ હાલમાં 98.75 ટકા છે
- છેલ્લા 24 કલાકમાં 2,252 રિકવરીને કારણે કુલ રિકવરી વધીને 4,25,25,563 થઈ ગઈ છે.
- ડેઇલી પોઝિટિવ રેટ - 0.58 ટકા
- વીકલી ડેઇલી પોઝિટિવ રેટ - 0.59 ટકા
- અત્યાર સુધીમાં કુલ 83.59 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે.
- છેલ્લા 24 કલાકમાં 5,05,065 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ભારત બાયોટેકના કોવેક્સિનને DCGI દ્વારા 6-12 વય જૂથ માટે મળી મંજૂરી
ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ આજે શાળાઓમાં કોવિડના કેસોમાં થઇ રહેલા વધારા વચ્ચે 6-12 વર્ષની વયના બાળકો માટે ભારત બાયોટેકનાકોવેક્સિનને ઇમરજન્સી ઉપયોગની અધિકૃતતા આપી છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.આસાથે છેલ્લા 24 કલાકમાં 13 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 12, વડોદરામાં 5 તેમજ આણંદ, ગાંધીનગર અને વડોદરામાં 1-1 કેસ નોંધાયો છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,943 થયો છે.આ સાથે રાજ્યમાં કુલ 12,13,234 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 99 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયા નથી. આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ ઉપરાંત જોરસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 3537 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 3437 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.