27 may Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ
27 may Covid Update : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,710 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 4,31,47,530 થઈ ગઈ છે. દેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 14 વધુ મૃત્યુ નોંધાયા છે, જેનાથી કોવિડ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા 5,24,539 થઈ ગઈ છે. હાલમાં, દેશમાં 15,814 સક્રિય કેસ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા દર્શાવે છે કે, દેશમાં સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.75 ટકા નોંધાયો હતો, તેમ મંત્રાલયે જણાવ્યું હતું.

27 may ની ભારત કોરોના અપડેટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,710 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં કોરોનાવાયરસ કેસની કુલ સંખ્યા 4,31,47,530 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસ વધીને 15,814 થઈ ગયા છે. દેશમાં પણ છેલ્લા 24 કલાકમાં 14 વધુ મૃત્યુ નોંધાયા છે, જેનાથી કોવિડ સંબંધિત મૃત્યુની કુલ સંખ્યા 5,24,539 થઈ ગઈ છે.

27 may ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 31 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં એક પણ કોરોના દર્દીનું મોત થયું નથી. આ સાથે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 13, ગાંધીનગરમાં 5, વડોદરા 6, મહેસાણામાં 5 તેમજ સુરત અને ગીર સોમનાથમાં 1-1 કેસ નોંધાયો છે.હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે.
આ સાથે રાજ્યમાં કુલ 12,13,887 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા204 થઇ છે. જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી, હાલ તમામ 204 દર્દીની હાલત સ્થિર છે.

27 may ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેરી વિસ્તારમાં કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં કે ગ્રામ્યવિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1355 અને રાજકોટ ગ્રામ્યવિસ્તારમાં 1105 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.