For Quick Alerts
For Daily Alerts
રાજકોટમાં અનુભવાયા 4.1ની તિવ્રતાના ભુકંપના આંચકા
ગુજરાતના રાજકોટ શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સિસ્મોલોજિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઈએસઆર) ના જણાવ્યા અનુસાર રિએક્ટર સ્કેલ પર આવેલા ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે. આઇએસઆર અનુસાર, ભૂકંપ બપોરે 3.49 વાગ્યે થયો હતો, જે જિલ્લાના પૂર્વ-ઉત્તર-પૂર્વમાં 25 કિલોમીટરમાં 14.5 કિમીની ઉંડાઈ પર કેન્દ્રિત હતો. ભૂકંપને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. રાજકોટમાં ભૂકંપના આંચકા બાદ લોકો ગભરાઈને ઘરમાંથી બહાર આવી ગયા હતા. રાજકોટમાં ભૂકંપને કારણે કેટલાક મકાનોમાં તિરાડો પડ્યાના સમાચાર પણ છે.
દુનિયાનું એક એવું ગામ જ્યાં માત્ર મહિલાઓ જ રહે છે, પુરુષોની એન્ટ્રી પર પ્રતિબંધ