
7 June Covid Update : કોરોના સંક્રમણ ઘટ્યું, જાણો રાજકોટ, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
7 June Covid Update : ભારતમાં મંગળવારના રોજ કોરોના વાયરસના કેસમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના 07 જૂનના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 3,714 નવા કેસ નોંધાયા છે. આવા સમયે, છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 7 લોકોના મોત થયા છે. આ દરમિયાન, છેલ્લા એક દિવસમાં 2,513 લોકો કોવિડ-19 થી સ્વસ્થ થયા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા 26,976 છે.

7 June ની ભારત કોવિડ અપડેટ
દેશમાં કોરોના રસીકરણનો આંકડો 1,94,27,16,543 છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 34 દિવસ પછી ડેઇલી પોઝિટિવિટી રેટએક ટકાથી વધુ નોંધવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 1.62 ટકા હતો, જ્યારેવીકલી પોઝિટિવિટી રેટ 0.91 ટકા નોંધાયો હતો.

જો તમારી પાસે માસ્ક નથી, તો તેને નો ફ્લાય લીસ્ટમાં રાખો : હાઈકોર્ટ
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોનાના વધતા કેસ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે એરપોર્ટ અને પ્લેનમાં માસ્ક પહેરવા અને હાથની સ્વચ્છતાનાનિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. કોર્ટે જણાવ્યું છે કે, જો કોઈ વ્યક્તિએ માસ્ક પહેર્યું નથી, તો તેને નોફ્લાય લીસ્ટમાં રાખો અને તેને મુસાફરી કરવાની મંજૂરી ન આપો.

દેશમાં પિઝિટિવિટી રેટ 1.62 ટકા છે
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડેઇલી પોઝિટિવિટી રેટ 1.62 ટકા નોંધવામાં આવ્યો હતો, જ્યારે વીકલી પોઝિટિવિટી રેટ 0.91 ટકાહતો. કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,26,30,852 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુ દર 1.22 ટકા હતો. દેશમાં કોરોનાનીકુલ સંખ્યા 4,31,81,335 છે. આવા સમયે, કોરોનાથી કુલ મૃત્યુઆંક 5,24,701 છે.

કોરોના રસીકરણનો આંકડો 194.12 કરોડને પાર
દેશવ્યાપી કોરોના રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં 194.12 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ભારતમાંકોરોનાનો આંકડો 7 ઓગસ્ટ, 2020ના રોજ 20 લાખ, 23 ઓગસ્ટના રોજ 30 લાખ, 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખ અને 16 સપ્ટેમ્બરના રોજ50 લાખને પાર કરી ગયો હતો. આવા સમયે, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ, 29 ઓક્ટોબરના રોજ 80લાખ, 20 નવેમ્બરના રોજ 90 લાખ અને 19 ડિસેમ્બરના રોજ એક કરોડનો આંકડો વટાવી ગયો હતો. આ સાથે ગત વર્ષે 23 જૂનના રોજત્રણ કરોડનો આંકડો પાર કરી ગયો હતો. દેશ 4 મે ના રોજ બે કરોડનો આંકડો પાર કરી ગયો છે.

7 June ની ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં રવિવારના રોજ કોરોના સંક્રમણના 53 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 49 દર્દીઓ કોરોના મુક્તથયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.
આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવેતો, અમદાવાદમાં 32, વડોદરામાં 10 કેસ, વલસાડ અને સુરતમાં 3-3 કેસ નોંધાયા હતા. આ સાથે રાજકોટમાં 2 કેસ તેમજ આણંદ, મહેસાણઅને તાપીમાં 1-1 કેસ નોંધાય છે.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,227 દર્દી સાજા થયા છે. હાલરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 344 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

7 June ની રાજકોટ કોરોના અપડેટ
રાજકોટ શહેરી વિસ્તારમાં 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, તો ગ્રામ્ય વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યોનથી. આ સાથે શહેરી વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1 કોરોના દર્દી રિકવર થયો છે. જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 752 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 393 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.