8 વર્ષ બાદ મહિલાએ નોંધાવી બળાત્કારની ફરિયાદ
રાજકોટ : કથિત રીતે બળાત્કાર ગુજાર્યાના આઠ વર્ષ બાદ 32 વર્ષીય મહિલાએ હોટલના કર્મચારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે, જેણે તેને તે સમયે સફાઈ કામદાર તરીકે નોકરી પર રાખી હતી. જામનગરની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, આરોપી જબ્બાર રાજસ્થાની હોટલમાં કામ કરતી હતી, ત્યારે બે વર્ષ સુધી તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો.
જોકે, તે પાછળથી બીમાર પડી હતી અને બે વર્ષ બાદ જામનગર તેના માતાપિતાના ઘરે પરત આવી હતી. જે બાદ ફરિયાદીએ લગ્ન પણ કરી લીધા હતા.
આ મહિલાની ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આ મહિલા બે વર્ષ સુધી તેનો માસિક રૂપિયા 10,000નો પગાર રાજસ્થાની પાસે જમા કરાવતી હતી. લગભગ છ મહિના પહેલા તે આરોપીને મળવા અને તેની પાસેથી બે વર્ષનો પગાર લેવા માટે હોટલમાં ગઈ હતી. જોકે, આરોપીએ તેને ઓળખવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.
જે બાદ મહિલાએ પ્રદ્યુમ્નનગર પોલીસમાં બળાત્કારની અરજી આપી હતી. જે બાદ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.