રાજકોટના ખેડૂતે કર્યો અનોખો પ્રયોગ, સ્ટ્રોબેરીની કરી સફળ ખેતી
સ્ટ્રોબેરીમાટે હિમાચલ, કુલ્લૂ અને મહારાષ્ટ્ર જાણીતું છે તે સ્ટ્રોબેરીનું હવે ગુજરાત પણ હબ બન્યું છે. ગુજરાતના રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના એક પ્રગતીશીલ ખેડૂતે સ્ટ્રોબેરીની સફળ ખેતી કકરીને મીઠા ફળ મેળવ્યા છે. આ જાગૃત ખેડૂતે અન્ય ખેડૂતો માટે એક દાખલો બેસાડ્યો છે. આ ખેડૂતે આશરે 4 એકર જમીન પર સ્ટ્રોબેરીની ખેતી કરીને મબલક પાક મેળવ્યો છે. આ ખેડૂતે સ્ટ્રોબેરીની ખેતીનો પ્રયોગ સફળતા પુર્વક કર્યો હતો.
સ્ટ્રોબેરીની પણ પાંચ જાત હોય છે. જેમાં વિન્ટર, માલધારી, સ્વીટ ચાર્લી, સેલવા અને નાભ્યાનો સમાવેશ થાય છે. સૌથી પહેલા વિન્ટર અંગે વાત કરીએ તો વિન્ટર સ્ટ્રોબેરીનો પાક અન્ય સ્ટ્રોબેરીની સરખામણીમાં જલ્દી આવતો હોય છે. જ્યારે માલધારી સ્ટ્રોબેરીનો પાક બે મહિનામાં આવતો હોય છે. આ સ્ટ્રોબેરીમાં મીઠાસ વધારે હોય છે અને જીવાત પણ ઓછી આવે છે. સ્વીટ ચાર્લી સ્ટ્રોબેરીના ફળ મોટા હોય છે. આ સ્ટ્રોબેરી ત્રણ દિવસ સુધી તાજી જોવા મળે છે. આ સિવાય સ્ટ્રોબેરીની ચોથી જાત એટલે કે, સેલવા સ્ટ્રોબેરી અંગે વાત કરીએ તો. સેલવા સ્ટ્રોબેરી ખુબ મીઠી હોય છે. જેમાં ખટાસનો સ્વાદ હોતો નથી. જ્યારે નાભ્યા સ્ટ્રોબેરીની ગુણવત્તા ખુબ સારી હોય છે. તે મોંઘી હોવાના કારણે ખેડૂતો તેમાંથી વધુ આવક મેળવી શકે છે.
Farmers protest: સરકારના છઠ્ઠા દોરની વાતચીત રદ, સાંજે 4-5 વાગ્યા સુધી થઈ શકે મોટો નિર્ણય