કચ્છ અને સુરેન્દ્રનગરમાં સર્જાયા અકસ્માત, સાત લોકોના મોત
રાજકોટ : ગુરુવારની મોડી રાત્રે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો આ પરિવાર ભદ્રકાળી માતાજીના યજ્ઞમાં હાજરી આપવા વઢવાણના દેદાદરા ગામે જઈ રહ્યો હતો, જે દરમિયાન લખતર તાલુકાના કડુ ગામ પાસે તેમને અકસ્માત નડ્યો હતો. ત્રણ પવનચક્કીના કામદારોના મોત થયા હતા, જ્યારે તેમની એસયુવી અને ટ્રક આગીયા ક્રોસિંગ પાસે સામસામે અથડાયા હતા.
સોહમની પત્ની ક્રિષ્ના અને 18 મહિનાની પુત્રી રીવાને ગંભીર ઈજાઓ થઈ હતી
સુરેન્દ્રનગરમાં આવેલા લખતર તાલુકાના કડુ ગામ ખાતે નર્મદા કેનાલ પાસે અકસ્માત સર્જાયો હતો, જ્યારે અમદાવાદી પરિવારની કાર ટ્રકને ટક્કર મારતાં પલટી ખાઈ ગઈ હતી. મૃતકોની ઓળખ 32 વર્ષીય સોહમ ભટ્ટ, તેમના નવ વર્ષના પુત્ર કીર્તન, રીટા જોશી, 47 અને અંજલિ જોશી (23) તરીકે થઈ હતી. ચારેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સુરેન્દ્રનગર પોલીસે જણાવ્યું કે, સોહમની પત્ની ક્રિષ્ના અને 18 મહિનાની પુત્રી રીવાને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
લખતર તાલુકાના કડુ ગામ પાસે તેમને અકસ્માત નડ્યો
સુરેન્દ્રનગર પોલીસે જણાવ્યું કે, અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતો આ પરિવાર ભદ્રકાળી માતાજીના યજ્ઞમાં હાજરી આપવા વઢવાણના દેદાદરા ગામે જઈ રહ્યો હતો, જે દરમિયાન લખતર તાલુકાના કડુ ગામ પાસે તેમને અકસ્માત નડ્યો હતો.
ત્રણ પવનચક્કીના કામદારોના મોત થયા હતા
અન્ય એક અકસ્માતમાં, ત્રણ પવનચક્કીના કામદારોના મોત થયા હતા, જ્યારે તેમની એસયુવી અને ટ્રક આગીયા ક્રોસિંગ પાસે સામસામે અથડાયા હતા. મૃતકોની ઓળખ 57 વર્ષીય બચીસિંહ સોઢા, 23 વર્ષીય દિનેશ ગોર તરીકે થઈ છે, જ્યારે ત્રીજા પીડિતાની ઓળખ થઈ નથી.
અજાણ્યા વ્યક્તિનું અમદાવાદ હોસ્પિટલે લઇ જતા રસ્તામાં મોત થયું
સોઢાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગોરનું ભુજની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અજાણ્યા વ્યક્તિનું અમદાવાદ હોસ્પિટલે લઇ જતા રસ્તામાં મોત થયું હતું. તેઓ પવનચક્કી પર ફરજનો સમય પૂરો કરીને પરત ફરી રહ્યા હતા.
ઉલ્લેખીય છે કે, 20 માર્ચના રોજ પાટડી તાલુકાના માનાવાડા ગામના મહેશ ફતાજી આંબલીયા તેમજ ભીખાજી સુરાજી આંબલીયા નવુ બાઇક લેવાને કારણે ચોટીલા દર્શન કરી પરત ફરતા હતારણમાં વાછરડાદાદાના મંદિરે દર્શન કરવા માટે જઇ રહ્યાં હતાં. આ દરમિયાન કુડા ગામ નજીક અકસ્માત સર્જાયો અને બન્ને ભાઇઆેના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. અન્ય બાઇક ચાલક આેડુ ગામનાં વિષ્ણુ મકવાણાને હોસ્પિટલ લઇ જતાં રસ્તાંમાં જ મોત થયું હતુ. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.