• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 વર્ષની યુવતી અને તેની સગીર બહેન પર બળાત્કારના આરોપી સામે નોંધાઈ ફરિયાદ

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ 20 વર્ષની યુવતી અને તેની સગીરા બહેન પર કથિત રીતે બળાત્કાર કરવાના આરોપમાં 22 વર્ષના એક યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં યુવતીએ આરોપ લગાવ્યો છે કે યુવક છેલ્લા બે મહિનાથી તેની અને તેની બહેન પર બળાત્કાર કરતો હતો. આરોપી સોહન ઠાકોર યુવતીના ઘર પાસે જ રહે છે.

ટીઓઆઈમાં છપાયેલા અહેવાલ મુજબ આરોપી સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલિસે હાલમાં ફરાર આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સગીર બહેન 14 વર્ષની છે. પોલિસના જણાવ્યા મુજબ સોહન ઠાકોર અને 20 વર્ષીય યુવતી છેલ્લા બે વર્ષથી સંબંધમાં હતા.

આરોપીએ યુવતી સાથે લગ્નના બહાને શારીરિક સંબંધ બનાવ્યો હતો. તે યુવતીને થોડા દિવસો પહેલા ખબર પડી કે આરોપી તેની બહેન પર પણ બળાત્કાર ગુજારતો હતો અને તેણે સગીરને ધમકી આપી હતી કે તે કોઈને કંઈ ન કહે. યુવતીને આ અંગે જાણ થતાં તેણે પરિવારજનોને આ બાબતે જણાવીને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

English summary
Complaint registered against the accused of raping a 20-year-old girl and her minor sister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X