For Quick Alerts
For Daily Alerts

અશ્લીલ માંગણીના બદલામાં પતિ-પત્નીએ ખેતમજૂરને આપ્યું મોત
રાજકોટ : ભાવનગરના તળાજા તાલુકાના દાથા ગામના ખેતરમાં કુવામાંથી 2 જુલાઇના રોજ 38 વર્ષીય યુવકની હત્યાના આરોપમાં પતિ-પત્નીની સોમવારના રોજ ધરપકડ કરવામાં આવી હતી. દાથા પોલીસે નાનસંગ ખેરની હત્યા માટે પત્ની શોભના અને હાથીસંગ સોલંકીની ધરપકડ કરી હતી.
પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો કે, નાનસંગ ખેરનું મૃત્યુ ગંભીર રીતે મારવાને કારણે થયું હતું, ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, ખેરે શોભના પાસેથી કથિત રીતે કેટલીક અશ્લીલ માંગણીઓ કરી હતી, જેનાથી તે ગુસ્સે થઈ ગઈ હતી. તેણીએ તેના પતિને બોલાવ્યો અને બંનેએ તેની હત્યા કરી હતી. તેઓએ 2 જુલાઈના રોજ ધર્મેન્દ્ર સરવૈયાના ખેતરના કૂવામાં લાશ ફેંકી દીધી હતી.
ભાવનગર LCBને જાણવા મળ્યું કે, ખેર છેલ્લે સોલંકીના ઘરે ગયો હતો અને પૂછપરછ દરમિયાન ગુનો કબૂલ કરનારા દંપતીની અટકાયત કરી હતી.
Comments
English summary
Husband and wife killed a farm laborer due to obscene demand.
Story first published: Tuesday, July 5, 2022, 10:46 [IST]