For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપની સરકાર બનશે તો ગાય દીઠ દૈનિક 40 રૂપિયા આપશું : અરવિંદ કેજરીવાલ

દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ વધુ એક જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election 2022 : દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારના રોજ વધુ એક જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જો ગુજરાતમાં આમ આદમી પાર્ટી સત્તા પર આવશે, તો પાર્ટી રાજ્યમાં પ્રત્યેક ગાયની જાળવણી માટે દૈનિક ધોરણે 40 રૂપિયા આપશે.

Arvind Kejriwal

રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા સમયે જણાવ્યું હતું કે, AAP રાજ્યના દરેક જિલ્લામાં કેટલ પાઉન્ડ બનાવશે.

ગુજરાત રાજ્યમાં રખડતી ગાયો અંગે વાત કરતા સમયે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં અમારી સરકાર દરેક ગાયની જાળવણી માટે પ્રતિ દિવસ 40 રૂપિયા આપીએ રહ્યા છીએ. દિલ્હી સરકાર તરફથી 20 રૂપિયા આપવામાં આવી રહ્યા છે, તેમજ નગર નિગમ દ્વારા 20 રૂપિયા આપવામાં આવે છે.

જો આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવશે, તો ગાયોની જાળવણી માટે અમારી સરકાર ગાય દીઠ પ્રતિ દિવસ 40 રૂપિયા આપવામાં આવશે. અમે દરેક જિલ્લામાં કેટલ પાઉન્ડ બનાવીશું, જ્યાં રખડતી ગાયો અને જે ગાયોએ દૂધ આપવાનું બંધ કરી દીધું છે, તેવી ગાયોને રાખી શકાય.

અરવિંદ કેજરીવાલે રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપ તેમજ વિપક્ષ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે. આ સાથે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, ભાજપ કોંગ્રેસને મજબૂત કરવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભાજપે કોંગ્રેસને AAPના વધુ મતો મેળવવા અને ભાજપ વિરોધી મતોનું વિભાજન કરવાની જવાબદારી સોંપી છે.

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના "ગુપ્તચર અહેવાલ" ને ટાંકીને, કેજરીવાલે જણાવ્યું હતું કે, જો આજે ચૂંટણીઓ યોજાઈ હોત, તો આ IB અહેવાલ મુજબ, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી રહી છે. જોકે, આ જીત ઓછા માર્જિનથી મળી રહી છે. જેથી જંગી બહુમતી સાથે આમ આદમી પાર્ટીને સરકાર બનાવવા માટે ગુજરાતની જનતાએ જોરદાર દબાણ ઉભું કરવું પડશે.

આ સાથે અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, આ રિપોર્ટ સામે આવ્યા બાદથી, ભાજપ બોખલાઇ ગયું છે અને કોંગ્રેસ સાથે સિક્રેટ મિટિંગ કરી રહી છે, ત્યારબાદ બંનેએ કેજરીવાલને "એક જ ભાષામાં" અપશબ્દો આપવાનું શરૂ કર્યું છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ભાજપ કોંગ્રેસ વિશે ખરાબ બોલતું નથી, કોંગ્રેસ ભાજપ વિશે ખરાબ બોલી રહી નથી, પરંતુ બંને આપ વિશે ખરાબ બોલી રહી છે.

કેજરીવાલ તેમજ AAP નેતા અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ સૌરાષ્ટ્ર પ્રદેશના સુરેન્દ્રનગરમાં એક રેલીને સંબોધિત કરી હતી. જે બાદમાં તેઓ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં રેલીમાં ભાગ લેવાના છે. શનિવારની રાત્રે કેજરીવાલે રાજકોટમાં ગરબા સેલિબ્રેશનમાં ભાગ લીધો હતો.

English summary
If aap government is formed in the gujarat, we will give 40 rupees per cow per day said Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X