
જાણો રાજકોટ સહિત રાજ્ય અને દેશમાં કોરોનાની પરિસ્થિતિ
રાજકોટ જિલ્લામાં બુધવારના રોજ 375 લોકોનો કોવિડ 19 પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 319 લોકો શહેરના છે. જેમાં સિવિલ જજ અને તેમના સ્ટાફના કેટલાક સભ્યોનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં હાલમાં 1,668 સક્રિય કેસ છે. ભાવનગર જિલ્લામાં કુલ 156 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે જામનગરમાં 101 અને કચ્છ જિલ્લામાં 105 લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
રાજ્યના આંકડા પર નજક કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 9941 નવા કેસ નોંધાય છે અને 4 લોકોના મોત થયા છે.
આજે સુરતમાં 2,વલસાડ અને સુરતમાં 1-1 વ્યક્તિના મોત થયા છે. જો કે સારી વાત એ છે કે 3449 દર્દીઓ સાજા થઈને ઘરે પરત પણ ફર્યા છે. હાલ રાજ્યમાં 43726 એક્ટિવ કેસ છે.
વિગતવાર આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં સૌથી વધુ 3843 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 2505, રાજકોટમાં 319 અને વડોદરામાં 776કેસ નોંધાયા છે. સૌથી મોટી વાત એ છે કે હવે દિવસે દિવસે પોઝિટીવિટી દર પણ સતત વધી રહ્યો છે.
હાલ રાજ્યનો પોઝિટીવિટી રેટ 8 ટકા છે. સૌથી મોટી અનેડરાવનારી બાબત એ છે કે અમદાવાદનો પોઝિટીવિટી રેટ 21.5 છે. આ ઉપરાંત સુરતમાં પણ હાલ 11 ટકા પોઝિટીવિટી રેટ સાથે કેસ વધી રહ્યાં છે.

કુલ 264 લોકો ઓમિક્રોનની ઝપેટમાં આવ્યા
રાજ્યમાં ઓમિક્રોનની વાત કરીએ તો, આજે રાજ્યમાં આજે ઓમિક્રોનના કોઈ નવા કેસ નોંધાયા નથી. બીજી તરફ અત્યારસુધીમાં કુલ 264 લોકો ઓમિક્રોનની ઝપેટમાંઆવી ચુક્યા છે. જેમાંથી 238 લોકો સાજા થયા છે અને 26 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાની પરિસ્થિતિ
ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર હવે ચરમસીમાએ પહોંચી રહી છે. 13 જાન્યુઆરીના રોજ આંકડા મુજબ ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 2 લાખ47 હજાર 417 નવા કેસ નોંધાયા છે.
ચાલુ કોરોનાની ત્રીજી લહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ વધારો થયો છે. આ કેસ ગત બુધવાર, 12 જાન્યુઆરીના દિવસ કરતાં27 ટકા વધુ છે.
દેશમાં બુધવાર કરતા 52,697 વધુ કોવિડ 19 કેસ નોંધાયા છે. બુધવારના રોજ કોરોના વાયરસના 1 લાખ 94 હજાર 720 કેસ નોંધાયા હતા. તે જસમયે, કોવિડ 19 ના નવા પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ભારતમાં 5 હજાર 488 છે.