લૉકડાઉનની સાઈડ ઈફેક્ટ, વેશ્યાવૃત્તિ કરાવવાના આરોપસર કરિયાણાનો દૂકાનદાર ઝડપાયો
લૉકડાઉને કેટલાય વેપારીઓને અડફેટમાં લઈ લીધા, નાના-મોટા બિઝનેસો પર સીધી કે આડકતરી રીતે અસર થઈ છે. એટલું જ નહિ લૉકડાઉનની કેટલીક આડઅસર પણ જોવા મળી છે. આવો જ એક કેસ રાજકોટથી સામે આવ્યો છે.
રાજકોટના માલવીયા ચોકમાં એ ડિવીઝન પોલીસે દરોડા પાડી વેશ્યાવૃત્તિ કરાવતા એક શખ્સની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન માલૂમ પડ્યું કે આરોપી શાપરમાં કરિયાણાની દુકાન ચલાવતો હતો. લૉકડાઉનમાં કારોબાર ઠપ થઈ જવાથી પરેશાન થઈ તેણે વેશ્યાવૃત્તિ કરાવવાનું કામ શરૂ કરી દીધું.
જણાવવામાં આવ્યું કે આરોપી ત્રણ મહિનાથી આ કુકૃત્યમાં સંલિપ્ત હતો. જાણકારી મુજબ માલવીયા ચોકમાં પ્રમુખ સ્વામી આર્કેડની હોટલમાં વેશ્યાવૃત્તિ કરાવતો હોવાની જાણકારી મળવા પર શહેર એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ સી જી જોશીના માર્ગદર્શનમાં પીએસઆઈ એસએચ નિમાવત અને અન્ય પોલીસકર્મીએ ડમી ગ્રાહક દ્વારા સંપર્ક કર્યો હતો.
આરોપીએ હોટલ બુક કરાવવા કહ્યું. જે બાદ પોલીસે ડમી ગ્રાહક દ્વારા માલવીયા ચોકમાં આવેલ એક હોટલમાં રૂમ બુક કરાવ્યો. બાદમાં આરોપીનો સંપર્ક કરતાં તે એક મહિલા સાથે હોટલના રૂમમાં પહોંચી ગયો. મહિલા હોટલના રૂમમાં જેવી પ્રવેશી કે પોલીસે દરોડા પાડ્યા અને રાજકોટના નાણાવટી ચોક પાસે સત્યનારાયણ પાર્કમાં રહેતા પારસ ચુનિલાલ શાહની ધરપકડ કરી લીધી.
ખેડૂત આંદોલનના વિરોધમાં સુપ્રીમમાં અરજી, શાહિન બાગ ફેંસલાનો આપ્યો હવાલો
પોલીસે જણાવ્યું કે આરોપીએ 10 હજાર રૂપિયા માંગ્યા હતા. જેમાંથી 5 હજાર મહિલાને આપતો અને બાકીની રકમ ખુદ રાખતો હતો. પોલીસે આરોપી પાસેથી 10 હજાર રોકડા, ચાર મોબાઈલ અને અન્ય સામાન જપ્ત કર્યો.